Murshidabad Violence : મમતા બેનર્જી સરકારની ક્રૂરતાનો પર્દાફાશ, SIT રિપોર્ટ પર ભાજપનો હુમલો
- મમતા બેનર્જી સરકારની ક્રૂરતાનો પર્દાફાશ
- SIT રિપોર્ટ પર ભાજપનો હુમલો
- હિન્દુઓ પ્રત્યે સરકારની ક્રૂરતાનો ખુલાસો થયો
Murshidabad Violence : વક્ફ સુધારા કાયદાના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી મુર્શિદાબાદ હિંસાને (Murshidabad Violence)લઇને ભાજપે (BJP)મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા. પશ્ચિમ બંગાળ હિંસાના મુદ્દા પર કોર્ટ દ્વારા રચાયેલી SITના અહેવાલ બાદ પાર્ટીના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ (Sudhanshu Trivedi statement)જણાવ્યું કે ફેક્ટ-ફાઇન્ડિંગ SIT રિપોર્ટમાં હિન્દુઓ પ્રત્યે સરકારની ક્રૂરતાનો ખુલાસો થયો છે.
SIT રિપોર્ટ બાદ ટીએમસીને લીધુ આડેહાથ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ હિંસાના મુદ્દા પર કોર્ટ દ્વારા રચાયેલી SITના અહેવાલ બાદ હિન્દુઓ પ્રત્યે પશ્ચિમ બંગાળ સરકારની ક્રૂરતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે મુર્શિદાબાદ ઘટના પર રજૂ કરાયેલા તપાસ અહેવાલમાં કહેવાતા ધર્મનિરપેક્ષતાનો માસ્ક પહેરનારાઓનો પર્દાફાશ થયો છે. તેમણે કહ્યું કે હાલમાં દેશમાં જે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે તે જોઈને લાગે છે કે દેશની સુરક્ષા અને આંતરિક માળખાને નષ્ટ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. તેમણે કહ્યું કે કલકત્તા હાઈકોર્ટના અહેવાલ પછી તૃણમૂલ કોંગ્રેસની હિન્દુ વિરોધી ક્રૂરતા તેની સંપૂર્ણ ઉગ્રતાથી બહાર આવી છે. તેમણે મુર્શિદાબાદ હિંસાને પહેલગામ આતંકી હુમલા સાથે કરી હતી.
#WATCH | दिल्ली: भाजपा सांसद सुधांशु त्रिवेदी ने कहा कि "वर्तमान समय में देश में जिस तरह की विशेष प्रकार की राजनीति चल रही है, जिसे लेकर ऐसा दिखाई पड़ता है कि वह देश की आंतरिक सुरक्षा और ढांचे को नष्ट करने के लिए किसी भी हद तक जाने को तैयार है... आज न्यायालय द्वारा गठित SIT की… pic.twitter.com/UgZ6TOg3mn
— ANI_HindiNews (@AHindinews) May 21, 2025
આ પણ વાંચો -નક્સલવાદને તગડો ફટકો, છત્તીસગઢ બોર્ડર પર 26 થી વધુ નક્સલીઓ ઠાર
હિંસા હિંદુઓ વિરુદ્ધ હતી- સુધાંશુ ત્રિવેદી
તેમણે કહ્યું કે હિંસા અંગેના SIT રિપોર્ટમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે હિંસા હિન્દુઓ વિરુદ્ધ કરવામાં આવી હતી અને TMCના નેતાઓ તેમાં સામેલ હતા. હિંસા દરમિયાન પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા સુધાંશુ ત્રિવેદીએ તેઓ પર ટીએમસી નેતાઓની કાર્યવાહીને અદેખી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર મુર્શિદાબાદ હિંસા પર એસઆઇટી રિપોર્ટે સ્પષ્ટ રૂપે સંકેત આપ્યો છે કે હિંદુઓને ટાર્ગેટ બનાવીને જ હિંસા કરવામાં આવી હતી. જેમાં ટીએમસી નેતાનો પણ સમાવેશ થાય છે અને પોલીસની ભૂમિકા હિંસા રોકવાને બદલે ટીએમસી નેતાઓની કામગીરી અવગણી હોવાનું સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો -વિવાદીત ટીપ્પણી મામલે પ્રોફેસર અલીખાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, SIT તપાસ કરશે
રિપોર્ટમાં શું કહેવામાં આવ્યુ?
"આ હુમલાઓ સ્થાનિક કાઉન્સિલર પર નિર્દેશિત કરવામાં આવ્યા હતા," અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક પોલીસ "સંપૂર્ણપણે નિષ્ક્રિય અને ગેરહાજર" હતી. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે લોકો તેમની સુરક્ષા માટે કાયમી BSF કેમ્પ અને કેન્દ્રીય સશસ્ત્ર દળો ઇચ્છે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'પશ્ચિમ બંગાળ પોલીસે કોઈ જવાબ આપ્યો નહીં. બેટબોના ગ્રામજનોએ શુક્રવારે સાંજે 4 વાગ્યે અને શનિવારે સાંજે 4 વાગ્યે ફોન કર્યો, પરંતુ પોલીસે ફોન ઉપાડ્યો નહીં. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'એક માણસ ગામમાં પાછો આવ્યો અને જોયું કે કયા ઘરો પર હુમલો થયો નથી અને પછી બદમાશોએ આવીને તે ઘરોને આગ લગાવી દીધી.'