ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Murshidabad Violence: મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું

મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજીનું નિવેદન તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવવા અપીલ કરી ગેરમાર્ગે દોરનારાઓ પર ધ્યાન ન આપો : મમતા CM Mamata Banerjee : વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં હિંસક દેખાવો, પથ્થરમારાની ઘટના અને આગ...
10:28 PM Apr 14, 2025 IST | Hiren Dave
મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજીનું નિવેદન તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવવા અપીલ કરી ગેરમાર્ગે દોરનારાઓ પર ધ્યાન ન આપો : મમતા CM Mamata Banerjee : વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં હિંસક દેખાવો, પથ્થરમારાની ઘટના અને આગ...
Murshidabad Violence

CM Mamata Banerjee : વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં હિંસક દેખાવો, પથ્થરમારાની ઘટના અને આગ ચાંપવાની ઘટનાઓ બન્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ (Mamata Banerjee)મુર્શિયાબાદ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે લોકોને કોઈની ઉશ્કેરણીજનક વાતમાં ન આવવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. તેમણે રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળોના ઉદાહરણો આપીને ધાર્મિક સહિષ્ણુતા વિશે પણ વાત કરી છે.

ગેરમાર્ગે દોરનારાઓ પર ધ્યાન ન આપો : મમતા

મુખ્યમંત્રીએ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના પ્રયાસોની નિંદા કરી છે.તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, રાજ્ય સરકાર સમુદાયો વચ્ચે શાંતિ અને સદ્ભાવના જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આપણે એક વાર જીવીએ છીએ અને એક વખત મરીએ છીએ,તો પછી હિંસા કેમ થાય છે? તમામ જાતિ અને ધર્મને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કાયદો પોતાના હાથમાં ન લો. કેટલાક લોકો તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના પર ધ્યાન ન આપો.’

આ પણ  વાંચો -ગુલાબી ડ્રગની દાણચોરી વધી,જમીન અને દરિયાઇ માર્ગનો કરી રહ્યા છે ઉપયોગ,જાણો મ્યાનમારનું કનેક્શન

જો આપણે અલગ રહેતા હોય, તો આપણે જીતી શક્યા ન હોત’

મમતા બેનરજીએ કહ્યું કે,જે લોકો ઉશ્કેરણીજનક સ્થિતિ વચ્ચે પોતાનું મન શાંત રાખે છે,તેઓ જ ખરા વિજેતા હોય છે. આ જ ખરેખરની જીત છે.ધર્મ સાથે રમત ન રમવી જોઈએ.ધર્મનો અર્થ ભક્તિ, સ્નેહ, માનવતા,શાંતિ,સૌહાર્દ,સંસ્કૃતિ, સદ્ભાવના અને એકતા છે.માનવતાને પ્રેમ કરવો એ કોઈપણ ધર્મની સર્વોચ્ચ અભિવ્યક્તિઓમાંથી એક છે.હિંસા,યુદ્ધ અથવા અશાંતિ કેમ ફેલાઈ રહી છે? જો આપણે બધાને સ્નેહ કરી શકીએ તો આપણે બધુ જ જીતી શકીએ છીએ.પરંતુ જો આપણે પોતાને જ અલગ કરી દઈશું,તો આપણે કોઈને પણ જીતી શકીશું નહીં.જો કોઈ વ્યક્તિ પર હુમલો થાય છે -પછી ભલે તે ઉપેક્ષિત હોય, પીડિત હોય,વંચિત હોય,હાંસિયામાં ધકેલાઈ ગયો હોય કે કોઈપણ ધર્મનો હોય -અમે બધાની સાથે ઉભા છીએ.

Tags :
Mamata BanerjeeMamata Banerjee latestMamata Banerjee newsMamata Banerjee news in hindiMamata Banerjee on murshidabad violence
Next Article