5 રાજ્યોમાં 2026માં ઘટયા Muslim MLA, બંગાળમાં 15 વર્ષમાં 59માંથી 40 થયા
. Bengal માં 2011માં 59 Muslim Mlas હતા, જે 2026માં ઘટીને 40 થઈ ગયા છે
. BJP એ કોંગ્રેસને 'નવી મુસ્લિમ લીગ' ગણાવી, જ્યારે કોંગ્રેસે તેમના 78% હિંદુ ધારાસભ્યો હોવાનો ડેટા રજૂ કરી વળતો પ્રહાર કર્યો
. આસામમાં સંખ્યા 31થી ઘટીને 19 થઈ, જ્યારે પુડ્ડુચેરીમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ શૂન્ય થઈ ગયું છે
Muslim MLA representation 2026 assembly elections : ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. પશ્ચિમ બંગાળ (West Bengal) અને આસામ (Assam) માં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ત્યારે કેરળ (Kerala) માં કૉંગ્રેસ (Congress) ગઠબંધન એટલે કે યુડીએફ (UDF) ની જીત થઈ છે. તમિલનાડુમાં પહેલીવાર એક્ટર વિજયની પાર્ટી ટીવીકે (TVK) એ સૌથી મોટી પાર્ટી તરીકે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ ટીવીકેને સરકાર બનાવવા માટે સમર્થન આપવાની છે. પુડ્ડુચેરીમાં ફરી એકવાર એનડીએ સત્તામાં આવ્યું છે. પરિણામો બાદ આ પાંચ રાજ્યોમાં જો મુસ્લિમ ધારાસભ્યો (Muslim Mlas) ની વાત કરીએ, તો 2021ના મુકાબલે તેની સંખ્યા ઘટી ગઈ છે. બંગાળમાં 15 વર્ષમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા 59થી ઘટીને 40 પર પહોંચી છે.
આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માં કુલ 823 ધારાસભ્યો ચૂંટાયા છે. તેમાંથી 12.27 ટકા એટલે કે 101 મુસ્લિમ ધારાસભ્યો છે. આમાથી એકપણ મુસ્લિમ ધારાસભ્ય ભાજપનો નથી. બંગાળ, આસામ, કેરલમ, તમિલનાડુ અને પુડ્ડુચેરી (Bengal, Assam,Keralam, Tamilnadu and Pudduchery) ની વાત કરીએ તો કેરલમને છોડીને બાકીના સ્થાનો પર મુસ્લિમોની વસ્તીના હિસાબથી વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશી મીડિયામાં છવાઈ બંગાળમાં BJP ની 206 સીટોની સુનામી, જાણો શું લખાયું છે?
Bengal માં 15 વર્ષમાં 59થી ઘટીને 40 થયા મુસ્લિમ ધારાસભ્યો
પશ્ચિમ બંગાળમાં 2011ની વસ્તીગણતરી મુજબ, 27.01 ટકા મુસ્લિમ છે. તેમાંથી આ વખતે 293 ધારાસભ્યોમાંથી 40 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. તે બંગાળ વિધાનસભા (Bengal Assembly) ની કુલ બેઠકોના માત્ર 13.65 ટકા છે. 2011માં 59 અને 2016માં 56 મુસ્લિમ ધારાસભ્યો બંગાળમાં ચૂંટાયા હતા. 2026ની ચૂંટણીમાં ટીએમસીના 80 ધારાસભ્યોમાંથી 34 મુસ્લિમ છે. બંગાળમાં કોંગ્રેસના ચૂંટાયેલા બંને ધારાસભ્યો પણ મુસ્લિમ છે. આ સિવાય સીપીએમના ચૂંટાયેલા 1, AUDF ના 2 અને ISF ના ચૂંટાયેલા 1 ધારાસભ્ય પણ મુસ્લિમ છે. આસામમાં કૉંગ્રેસના 19 ધારાસભ્યોમાંથી 18 ધારાસભ્યો મુસ્લિમ છે.
આ પણ વાંચો : Future of TMC after Bengal Election 2026: હવે મમતા બેનર્જીની TMC નું શું થશે?
4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં મુસ્લિમ ધારાસભ્યો ઘટયા
પશ્ચિમ બંગાળમાં 2021માં 42 મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ઘટીને 2026માં 40ની થઈ છે.
આસામમાં 2021માં 31 મુસ્લિમ ધારાસભ્યો હતા અને હવે 2026માં તેમની સંખ્યા 19ની થઈ છે.
કેરલમમાં 2021માં 32 મુસ્લિમ ધારાસભ્યો હતા અને 2026માં તેમની સંખ્યા વધીને 35 થઈ છે.
તમિલનાડુમાં 2021માં 6 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા અને 2026માં તેમની સંખ્યા 7ની થઈ છે.
પુડ્ડુચેરીમાં 2021માં 1 મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયો હતો અને 2026માં અહીં એકપણ મુસ્લિમ ધારાસભ્ય નથી.
મુસ્લિમ ધારાસભ્યોની જીત મામલે BJP-Congress માં વાકયુદ્ધ
ભાજપ આઈટી સેલ (BJP IT Cell) ના પ્રમુખ અમિત માલવીયે (Amit Malaviya) સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે આસામમાં કોંગ્રેસના ધારાસભ્યોના નામ જુઓ. આ પેટર્નને અવગણવી મુશ્કેલ છે. કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ છે. માલવીયની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે (Supriya Srinate) પણ પલટવાર કરતા લખ્યું છે કે કોંગ્રેસના કુલ 664 ધારાસભ્યો છે અને તેમાંથી 78 ટકા એટલે કે 520 હિંદુ છે. 12 ટકા એટલે કે 80 ધારાસભ્યો મુસ્લિમ છે. જ્યારે અન્ય ધર્મના 10 ટકા એટલે કે 64 ધારાસભ્યો છે.
Total Congress MLAs: 664
Approximate distribution by religion:
• Hindu: 520 (~78%)
• Muslim: 80 (~12%)
• Other religions: 64 (~10%)Sit down Chomu! https://t.co/qgCSoxysgf
— Supriya Shrinate (@SupriyaShrinate) May 5, 2026
આ પણ વાંચો : "ઝાલમુડી પછી મક્કે દી રોટી, સરસો દા સાગ": બંગાળ બાદ BJP નું મિશન પંજાબ
કેરલમ, તમિલનાડુ, પુડ્ડુચેરીની સ્થિતિ
કેરલમમાં 35 મુસ્લિમ ધારાસભ્યોમાંથી 30 સત્તારુઢ ગઠબંધનના ધારાસભ્ય છે. કોંગ્રેસના 8 અને મુસ્લિમ લીગના 22 મુસ્લિમ ધારાસભ્યો છે. જ્યારે સીપીએમના 4, સીપીઆઈના 1 મુસ્લિમ ધારાસભ્ય છે. કેરલમમાં મુસ્લિમોની વસ્તી 26.56 ટકા છે અને મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા રાજ્યની વિધાનસભામાં 25 ટકા છે.
તમિલનાડુ (Tamilnadu) માં મુસ્લિમોની વસ્તી 5.86 ટકા છે અને કુલ 234 ધારાસભ્યોમાંથી 7 એટલે કે 2.99 ટકા મુસ્લિમ સમુદાયમાંથી છે. તમિલનાડુમાં ડીએમકેના 3, મુસ્લિમ લીગના 2, ટીવીકેના 1 અને કોંગ્રેસના 1 ધારાસભ્ય મુસ્લિમ છે.
પુડ્ડુચેરીમાં મુસ્લિમોની વસ્તી 6.05 ટકા છે, પરંતુ અહીં મુસ્લિમ સમુદાયનો કોઈપણ ધારાસભ્ય નથી.
આ પણ વાંચો : મહુઆ ભાભી માટે ઢાકામાં સાડીનો શૉ રુમ ખોલાવો: નિશિકાંત દુબેનો TMC MP પર કટાક્ષ
2021માં શું સ્થિતિ હતી?
આ પાંચ પ્રદેશોમાં 2021માં કુલ 827 ધારાસભ્યોમાંથી 112 એટલે કે 13.54 ટકા મુસ્લિમ હતા.
2021માં બંગાળમાં 294માંથી 42 મુસ્લિમ ધારાસભ્યો હતા.અહીં 2016માં 56 અને 2011માં 59 મુસ્લિમ ધારાસભ્ય હતા.
કેરલમ (Keralam) માં 140 બેઠકોમાંથી 32 બેઠકો પર મુસ્લિમ ધારાસભ્યો હતા. તેમાંથી 15 મુસ્લિમ લીગ (Muslim League) ના, 3 કોંગ્રેસના, 9 સીપીએમ (CPM) અને અન્ય પક્ષોમાંથી ચૂંટાયા હતા.
2021માં તમિલનાડુની 234 બેઠકોમાંથી 6 બેઠકો પર મુસ્લિમ ધારાસભ્ય હતા અને તે તમામ ડીએમકેના ધારાસભ્ય હતા.
2021માં પુડ્ડુચેરીમાં 30માંથી ચૂંટાયેલા 1 મુસ્લિમ ધારાસભ્ય (Muslim Mla) ડીએમકે (DMK) ના હતા.
આ પણ વાંચો : Bengal - Assam ની મુસ્લિમ પટ્ટીમાં સમેટાઈ TMC - કૉંગ્રેસ, તુષ્ટિકરણ પોલિટિક્સનો નરેટિવ મજબૂત બન્યો


