Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Muzaffarnagar Father Murder Case: બાપના લોહીથી રંગાયા દીકરીઓના હાથ, રાત્રે ગળું કાપ્યું અને સવારે...?

મુઝફ્ફરનગરના મોરના ગામમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પરથી વિશ્વાસ ઉઠી જાય. પિતા દ્વારા દીકરા-દીકરી વચ્ચે રખાતો ભેદભાવ કેવી રીતે બે બહેનો માટે ખૂની રસ્તો બની ગયો? રાતના અંધકારમાં પિતાનું ગળું કાપીને પુરાવા છુપાવનારી આ દીકરીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા કેવું નાટક કર્યું તે સમગ્ર વિગત ખરેખર સ્તબ્ધ કરી દે તેવી છે.
muzaffarnagar father murder case  બાપના લોહીથી રંગાયા દીકરીઓના હાથ  રાત્રે ગળું કાપ્યું અને સવારે
Advertisement
  • દીકરીઓએ જ સગા પિતાની કરી હત્યા: મુઝફ્ફરનગરની ઘટના!
  • ભેદભાવથી તંગ આવી બે બહેનોએ સૂતેલા પિતાનું ગળું કાપ્યું
  • હત્યા કરી લોહીવાળા કપડાં અને છરી ઘાસમાં છુપાવ્યા
  • સવારે માતા સામે નિર્દોષ હોવાનું આબેહૂબ નાટક કર્યું
  • પોલીસની કડક પૂછપરછમાં બંને દીકરીઓએ ગુનો કબૂલ્યો

Muzaffarnagar Father Murder Case : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુઝફ્ફરનગરમાં સંબંધોને લાંછન લગાડતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બે સગી દીકરીઓએ પક્ષપાતી વલણ અને માનસિક પ્રતાડનાથી કંટાળીને પોતાના જ પિતાની હત્યા (Patricide) કરી નાખી છે. પુરાવા ભૂંસવા માટે તમામ પ્રયાસો કર્યા બાદ બંને બહેનોએ નિર્દોષ હોવાનું નાટક કર્યું હતું, પરંતુ પોલીસની કડક પૂછપરછ સામે સત્ય છુપાવી શકી નહોતી.

Muzaffarnagar Father Murder Case : શું હતી સમગ્ર ઘટના?

મુઝફ્ફરનગરના ભોપા પોલીસ સ્ટેશન (Bhopa Police Station ) હેઠળના મોરના ગામમાં 60 વર્ષીય ખેડૂત રામ પ્રસાદનો લોહીથી લથપથ મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ઘરના સભ્યો પર જ શંકા ગઈ હતી. પોલીસે મૃતકની 32 વર્ષીય પુત્રી કોમલ અને તેની 16 વર્ષીય સગીર નાની બહેનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

Advertisement

Advertisement

હત્યા પાછળનું કારણ

પૂછપરછ દરમિયાન બંને બહેનો ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમનો પિતા રામ પ્રસાદ હંમેશા દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખતો હતો. તે નાની નાની વાતોમાં ટોકટોક કરતો અને અનેક પાબંદીઓ લાદતો હતો. પિતાના આ વ્યવહારથી કંટાળીને બંને બહેનોએ રાત્રે જ્યારે પિતા સૂતા હતા ત્યારે ધારદાર છરીથી તેમનું ગળું કાપી નાખ્યું હતું.

પુરાવા છુપાવવાનો પ્રયાસ

હત્યા કર્યા બાદ પુરાવા મિટાવવા માટે બંને બહેનોએ લોહીથી ખરડાયેલા કપડાં અને છરીને એક પોટલીમાં બાંધી ઘરના જ ઘાસના ઢગલામાં છુપાવી દીધા હતા. બીજા દિવસે તેઓએ પોતાની માતાના આંસુ લૂછીને શોક વ્યક્ત કરવાનો ડોળ કર્યો હતો. જોકે, એસપી ગ્રામીણ આદિત્ય બંસલ (SP Rural Aditya Bansal) ના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસમાં તમામ પુરાવા મળી આવ્યા છે અને બંને આરોપીઓને જેલ ભેગી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Pawan Hans Helicopter Andaman : પોર્ટ બ્લેયરથી ઉડેલું હેલિકોપ્ટર દરિયામાં ખાબક્યું, જાણો મુસાફરોની સ્થિતિ

Tags :
Advertisement

.

×