'મેરા અગલા ટાર્ગેટ મુકેશ અંબાણી' ધનાઢ્ય ઉદ્યોગપતિને મળી ધમકી
મુકેશ અંબાણીને ફરી ધમકી અંબાણીને મળ્યો ધમકીભર્યો પત્ર ગ્વાલિયર મંદિરમાં અંબાણીને ધમકી મનોજ શર્માએ અંબાણીને ધમકાવ્યા Mukesh Ambani News : દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકી મળી છે. આજે ગ્વાલિયરમાં અચલેશ્વર મહાદેવની દાનપેટી (donation...
Advertisement
- મુકેશ અંબાણીને ફરી ધમકી
- અંબાણીને મળ્યો ધમકીભર્યો પત્ર
- ગ્વાલિયર મંદિરમાં અંબાણીને ધમકી
- મનોજ શર્માએ અંબાણીને ધમકાવ્યા
Mukesh Ambani News : દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકી મળી છે. આજે ગ્વાલિયરમાં અચલેશ્વર મહાદેવની દાનપેટી (donation box) ખોલતી વખતે દાનપેટીમાં મુકેશ ધીરુભાઈ અંબાણી (Mukesh Dhirubhai Ambani) ને ધમકી મળતાં હોબાળો મચી ગયો હતો. જેમાં 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખેલું છે કે મારું આગામી લક્ષ્ય મુકેશ ધીરુભાઈ અંબાણી (Mukesh Dhirubhai Ambani) છે. આ સ્ટેમ્પ મનોજ શર્માના નામ પર છે, જેની સામે પોલીસકર્મી પાસેથી પિસ્તોલની લૂંટ, એડીએમની હત્યાનો પ્રયાસ જેવા એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.

