Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

N S Raja Subramani દેશના ત્રીજા CDS બનશે, ભારત સરકારે લીધો નિર્ણય

N S Raja Subramani : લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીને ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ અનિલ ચૌહાણના સ્થાને નિયુક્ત થશે, જેમનો કાર્યકાળ 30 મેના રોજ સમાપ્ત થાય છે. પદ સંભાળ્યા પછી, એન.એસ. રાજા સુબ્રમણિ લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મે, 2026 ના રોજ સમાપ્ત થશે.
n s raja subramani દેશના ત્રીજા cds બનશે  ભારત સરકારે લીધો નિર્ણય
Advertisement
  • N S Raja Subramani બનશે દેશના નવા CDS
  • N.S. રાજા સુબ્રમણીને સોંપાઈ સેનાની કમાન
  • દેશના ત્રીજા CDS બનશે N.S. રાજા
  • બિપિન રાવત અને અનિલ ચૌહાણ બાદ હવે N.S.રાજા
  • ભારતીય સેનાના સર્વોચ્ચ પદ પર નવી નિમણૂંક

N S Raja Subramani : ભારતીય સેનાના સર્વોચ્ચ પદ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) પર નવી નિમણૂંક કરવામાં આવી છે. વર્તમાન CDS, અનિલ ચૌહાણ, 30 મે, 2026 ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. ભારત સરકારે (indian government) અગાઉ એક નવા CDS ની નિમણૂંક કરી છે, જે ચૌહાણનો કાર્યકાળ પૂરો થયા પછી પદ સંભાળશે. ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ N S Raja Subramani (PVSM, AVSM, SM, VSM-નિવૃત્ત) ને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ પદ સંભાળ્યાની તારીખથી આગામી આદેશ સુધી ભારત સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે.

N S Raja Subramani કોણ છે?

લેફ્ટનન્ટ જનરલ N S Raja Subramani ભારતીય સેનામાં ખૂબ જ વરિષ્ઠ અધિકારી છે. તેઓ 1 સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ 1 જુલાઈ 2024 થી 31 જુલાઈ 2025 સુધી આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે અને માર્ચ 2023 થી જૂન 2024 સુધી સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી. તેમને એક ગતિશીલ અધિકારી માનવામાં આવે છે. વર્તમાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ 30 મે 2026ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. તેમના સ્થાને, જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય ભારતના નવા સીડીએસ તરીકે તેમના સ્થાને આવશે.

Advertisement

Advertisement

આ પદ ભારત સરકારે 2020માં બનાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે 2020 માં, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે ત્રણેય સશસ્ત્ર દળો વચ્ચે સંકલન સુધારવા માટે ચીફ ઓફ આર્મી સ્ટાફ (સીડીએસ) નું પદ બનાવ્યું હતું. 1 જાન્યુઆરી, 2020 ના રોજ આ પદની રચના થયા પછી, જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ સીડીએસ બન્યા. જનરલ બિપિન રાવતનો સીડીએસ તરીકેનો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2020 થી 8 ડિસેમ્બર, 2021 સુધી રહ્યો. જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બરના રોજ એક દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. અનિલ ચૌહાણ પછી, એનએસ રાજા સુબ્રમણ્ય હવે દેશના ત્રીજા સીડીએસ હશે. જનરલ બિપિન રાવતના અકાળ અવસાન બાદ, આ પદ 9 ડિસેમ્બર, 2021 થી 29 સપ્ટેમ્બર, 2022 સુધી ખાલી રહ્યું. ત્યારબાદ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) ને 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ બીજા સીડીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 30 મે, 2026 ના રોજ સમાપ્ત થાય છે. ત્યારબાદ, લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય (નિવૃત્ત) ને ત્રીજા સીડીએસ તરીકે આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : Tamil Nadu માં 'થલાપતિ' યુગનો પ્રારંભ, આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, 121 ધારાસભ્યોનું મળ્યું સમર્થન

Tags :
Advertisement

.

×