Nagpur: વધારે રિર્ટન મેળવવાની લાલચમાં વેપારીએ 7.63 કરોડ રૂપિયા ગુમાવ્યા
- રિર્ટન મેળવવાની લાલચમાં છેતરાયો વેપારી
- 41 વર્ષીય વેપારીએ વળતર લાલચમાં ફસાયા
- વેપારીએ 7.63 કરોડ રૂપિયા ગુમાવ્યા
Nagpur:કહેવાય છે ને કે ફ્રોડ ઇઝ ધ ડોટર ઓફ ગ્રીડ. એટલે કે ફ્રોડ એ લોભની પુત્રી છે. આવી જ કહેવત અત્યારના સમયમાં સાચી પડી રહી છે. મહારાષ્ટ્રના નાગપુરના 41 વર્ષીય વેપારીએ પોતાના રોકાણ પર ઉંચા વળતર મેળવવાના બહાને તેમની સાથે 7.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.
શરૂઆતમાં પૈસા આપી પાછળથી કર્યું ઉઠમણું
પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદી જિતેન્દ્ર નરહરિ જોશીએ એવો આરોપ લગાવ્યો છે કે જયંત ગુલાબરાવ સુપારે (43) અને તેમની પત્ની કેસરી (35) એમ આ દંપતીએ તેમને 35 ટકાના વાર્ષિક વળતરની ગેરંટીએ કંપનીમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા.નરહરિ જોશી શરૂઆતમાં સારો એવો પ્રોફિટ કમાયા હતા, જેના કારણે તેઓ વધુ રોકાણ કરવા માટે રાજી થયા હતા. ફરિયાદને ટાંકીને, અધિકારીએ કહ્યું કે તેઓએ સામૂહિક રીતે 7.63 કરોડ રૂપિયા ખર્ચ્યા જો કે, દંપતીએ જોશીને 2024ના મધ્ય પછી અચાનક પૈસા ચૂકવવાનું બંધ કરી દીધું. ત્યારબાદ જોશીએ આપેલ વચનના વળતર માટે વારંવાર માંગણી કરી. પરંતુ દંપતીએ ત્યારે તમામ પ્રકારના સંપર્ક અટકાવી દીધા. આ કેસને વધુ તપાસ માટે આર્થિક અપરાધ નિવારણ શાખાને મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો -HMPV વાયરસ સામે ભારત સંપુર્ણ તૈયાર, બહાર પાડવામાં આવી ગાઇડલાઇન
બે મહિલાઓએ એન્જિનિયર સાથે 20 લાખની છેતરપિંડી કરી હતી
બીજી તરફ નાગપુરમાં જ એક ખાનગી બેંકના કર્મચારી સહિત બે મહિલાઓ સામે એન્જિનિયર સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. બેલતરોડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બે આરોપીઓમાંથી એક સેજલ સાધવાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને ફરિયાદી અજિંક્ય માહુરેને ઉચ્ચ વળતરનું વચન આપીને વિવિધ યોજનાઓમાં રોકાણ કરવા માટે સમજાવતો હતો.
આ પણ વાંચો -BJP ની સાથે જ છીએ અને રહીશું, હવે ભૂલ નહીં કરીએ: નીતીશ કુમારની સ્પષ્ટતા
આરોપીઓએ દસ્તાવેજનો ઉપયોગ કરી બરોબર લોન લઈ લીધી
સાધ્વાની માહુરેના મિત્રની બહેન છે. તેણે સહ-આરોપી રશ્મિ ગવઈ સાથે મળીને, જે એક ખાનગી બેંકમાં કામ કરે છે, માહુરેને રૂ. 1 લાખનું રોકાણ કરવા અને રૂ. 20 લાખ પરત કરવાનું વચન આપ્યું હતું. તેણે માહુરે પાસેથી આધાર અને પાન કાર્ડની વિગતો માંગી. આરોપીઓએ આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને 17 લાખ રૂપિયાથી વધુની લોન લીધી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે માહુરેને છેતરપિંડી વિશે ત્યારે ખબર પડી જ્યારે બેંકના કર્મચારીઓ અને અન્ય બે લોન એજન્સીઓએ તેનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેણે લોન લીધી હતી અને તેને ચૂકવવાની હતી. અધિકારીએ જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રયાસો ચાલુ છે.