Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Namita Thapar Trolled : નમાઝના ફાયદા જણાવતા ટ્રોલ થયેલી નમિતા થાપરે વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ

શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ નમિતા થાપર અત્યારે વિવાદમાં છે. નમાઝના સ્વાસ્થ્ય લાભ જણાવતી રીલ બાદ તેમને અને તેમની માતાને અપાઈ રહેલી ગાળો સામે નમિતાએ મૌન તોડ્યું છે. તેમણે પોતાને 'પ્રાઉડ હિન્દુ' ગણાવી સૂર્ય નમસ્કાર અને યોગના પ્રચારનો હવાલો આપ્યો હતો અને મહિલાઓના સન્માન માટે ટ્રોલ્સને જવાબ આપ્યો છે.
namita thapar trolled   નમાઝના ફાયદા જણાવતા ટ્રોલ થયેલી નમિતા થાપરે વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ
Advertisement
  • નમાઝના ફાયદા જણાવતા નમિતા થઈ ટ્રોલ
  • ટ્રોલ્સ દ્વારા નમિતા અને તેની માતાને અપાઈ રહી છે ગાળો
  • 'હું પ્રાઉડ હિન્દુ છું અને કર્મમાં માનું છું' : નમિતા થાપર
  • યોગ અને હિન્દુ ધર્મ પર રીલ બનાવી ત્યારે કોઈ કેમ ન બોલ્યું?
  • મહિલાઓના સન્માન મુદ્દે શાર્ક ટેન્ક જજની રોકડખી પરખ

 શાર્ક ટેન્ક ઈન્ડિયા (Shark Tank India) ની જજ અને એમક્યોર ફાર્માસ્યુટિકલ્સની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નમિતા થાપર (Namita Thapar) અત્યારે ભારે વિવાદમાં છે. માર્ચ મહિનામાં નમાઝના સ્વાસ્થ્ય લાભો (Health Benefits) જણાવતી એક રીલ શેર કર્યા બાદ તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે આ મામલે મૌન તોડતા નમિતાએ ટ્રોલ્સને સણસણતો જવાબ આપ્યો છે અને પોતાની જાતને એક 'પ્રાઉડ હિન્દુ' ગણાવી છે.

Namita Thapar Trolled : માતાને પણ અપશબ્દો બોલાતા નમિતા લાલઘુમ

નમિતાએ એક નવો વીડિયો શેર કરતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ અઠવાડિયાથી લોકો તેને અને તેની માતાને ગંદી ગાળો આપી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે, "મેં હિન્દુ ધર્મ અને યોગ પર અનેક રીલ્સ બનાવી છે, દર વર્ષે યોગ દિવસ (Yoga Day) પર સૂર્ય નમસ્કાર વિશે વાત કરું છું, ત્યારે તો કોઈએ કંઈ કહ્યું નથી. મેં શીખ્યું છે કે R એટલે રિલીજીયન (Religion) અને R એટલે રિસ્પેક્ટ (Respect), શું તમે આ રીતે મહિલાઓનું સન્માન કરો છો?" તેમણે મહિલા અનામત બિલની વાત કરનારાઓને પણ આડેહાથ લીધા હતા કે જ્યારે મહિલાનું અપમાન થાય છે ત્યારે બધા કેમ શાંત રહે છે.

Advertisement

Advertisement

શાંત રહેવું એ નબળાઈ નથી

મુંબઈથી સવારે 6:30 વાગ્યે નીકળેલી નમિતાએ ગાડી રોકીને આ રીલ બનાવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું કે જ્યારે વાત આત્મસન્માન પર આવે ત્યારે બોલવું જરૂરી છે. નમિતાએ ઉમેર્યું કે હિન્દુ ધર્મમાં કર્મનો સિદ્ધાંત (Concept of Karma) ખૂબ મહત્વનો છે અને જે લોકો ખરાબ બોલી રહ્યા છે તેમને ભગવાન જોઈ રહ્યા છે. તેમણે આ વીડિયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી કરી છે જેથી લોકો સમજે કે ધર્મનો અર્થ સન્માન છે, અપમાન નહીં

આ પણ વાંચો : Jashpur Plane Crash: છત્તીસગઢના જશપુરમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ,ભીષણ આગમાં વિમાન બળીને ખાખ

Tags :
Advertisement

.

×