Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

નારાયણ સાંઈના છુટાછેડા, પત્ની 8 વર્ષથી લડતી હતી કાનૂની લડાઈ, આખરે આવ્યો અંત

વર્ષો સુધી ચાલેલી કાનૂની ખેંચતાણ બાદ આસારામના પુત્ર નારાયણ સાંઈના લગ્નજીવનનો કાયદેસર રીતે અંત આવ્યો છે. ઈન્દોરની અદાલતે માત્ર છૂટાછેડા જ નથી આપ્યા, પરંતુ પત્નીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક એવી રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે જેની ચર્ચા હવે આખા દેશમાં થઈ રહી છે. જેલમાં બંધ નારાયણ સાંઈ માટે આ આદેશ નવી મુશ્કેલીઓ લાવશે કે કેમ તે જાણવું રસપ્રદ રહેશે.
નારાયણ સાંઈના છુટાછેડા  પત્ની 8 વર્ષથી લડતી હતી કાનૂની લડાઈ   આખરે આવ્યો અંત
Advertisement
  • Narayan Sai અને પત્ની જાનકીના છૂટાછેડા મંજૂર
  • ઈન્દોર ફેમિલી કોર્ટે એલીમની તરીકે 2 કરોડનો આદેશ આપ્યો
  • પત્ની જાનકીએ ઉપેક્ષા અને અન્ય સંબંધોના લગાવ્યા હતા આક્ષેપ
  • વર્ષ 2013થી અલગ રહેતા દંપતીની 8 વર્ષની કાનૂની લડાઈનો અંત
  • 50 લાખની બાકી રકમની વસૂલાત માટે પણ કોર્ટની કાર્યવાહી શરૂ
  • દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા નારાયણ સાંઈને વધુ એક કાનૂની ફટકો

મધ્યપ્રદેશના ઈન્દોરની ફેમિલી કોર્ટે એક અત્યંત ચર્ચિત અને લાંબા સમયથી ચાલતા વૈવાહિક વિવાદમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સ્વયંભૂ ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાંઈ (Narayan Sai) અને તેની પત્ની જાનકી હરપાલાણી (Janaki Harpalani) ના લગ્નજીવનનો કાયદેસર રીતે અંત આવ્યો છે. કોર્ટે છૂટાછેડાની અરજી મંજૂર કરવાની સાથે નારાયણ સાંઈને તેની પત્નીને કાયમી ભરણપોષણ (Permanent Alimony) તરીકે 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Narayan Sai  ના લગ્ન 2008માં થયા હતા

આ કેસની વિગતો મુજબ, નારાયણ સાંઈ અને જાનકીના લગ્ન વર્ષ 2008માં થયા હતા. જોકે, લગ્નના થોડા વર્ષો બાદ જ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો અને વર્ષ 2013થી તેઓ અલગ રહેતા હતા. જાનકીએ પોતાની અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેમને સતત ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો હતો અને પરિત્યક્ત જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નારાયણ સાંઈના અન્ય મહિલાઓ સાથેના સંબંધો અને સુરતની જેલ (Surat Jail) માં દુષ્કર્મ કેસમાં ભોગવી રહેલી સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Advertisement

ભરણપોષણ અંગે 5 કરોડની કરી હતી માંગ

ભરણપોષણને લઈને જાનકીએ કોર્ટ પાસે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ઈન્દોર ફેમિલી કોર્ટે 2 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોર્ટે દર મહિને 50 હજાર રૂપિયા ચૂકવવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેનું નિયમિત પાલન ન થતા અંદાજે 50 લાખ રૂપિયાનું લેણું બાકી નીકળે છે. જાનકીના વકીલ અનુરાગ ગોયલે જણાવ્યું હતું કે, આ બાકી રકમની વસૂલાત માટે પણ હવે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Advertisement

આ ચુકાદો આસારામ પરિવાર માટે કાયદાકીય ફટકો

આ આદેશ બાદ હવે નારાયણ સાંઈ પક્ષ દ્વારા હાઈકોર્ટ (High Court) માં પડકારવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ, સંપત્તિના વિવાદો અને સત્યતાના મામલે હજુ પણ કાનૂની ગૂંચવણો જારી રહેવાની સંભાવના છે. આ ચુકાદો આસારામ પરિવાર માટે વધુ એક મોટો કાયદાકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : જમતા હતાને અચાનક ગુંજ્યું યુદ્ધનું સાયરન! Israelમાં ગુજરાતી મહિલાનો વીડિયો જોઇને તમારી આંખો ભીની થઈ જશે!

Tags :
Advertisement

.

×