Nashik Accident:નાસિકમાં સર્જાયો ભયાનક અકસ્માત, 21 ઇજાગ્રસ્ત, એક મહિલાનું મોત
- નાસિકમાં સર્જાયો સૌથી મોટો અકસ્માત
- કન્ટેનર ચાલકે ચાર કાર સાથે એકબીજા સાથે અથડાઈ
- અકસ્માતમાં 21 ઇજાગ્રસ્ત, એક મહિલાનું મોત
Nashik Accident:મહારાષ્ટ્રના નાસિકમાં ચાંદવાડ તાલુકાના રાહુડ ઘાટ ખાતે શનિવારે એક ભયાનક અકસ્માત (Nashik Accident)થયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ચારથી પાંચ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા, જેને કારણે આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 21 મુસાફરો ઘાયલ થયા છે.
કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
પ્રાથમિક માહિતી અનુસાર, માલેગાંવ તરફ જઈ રહેલા એક કન્ટેનર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવી દીધો, જેના કારણે હાઇવે પર ત્રણથી ચાર કાર, એક ટ્રક અને એક બસ એકબીજા સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં માલેગાંવના ભારત નગરની રહેવાસી 45 વર્ષીય ઉષા મોહન દેવરેનું મોત થયું, જ્યારે અન્ય ઘણા મુસાફરો ઘાયલ થઈ ગયા. બધા ઘાયલોને તાત્કાલિક ચાંદવડ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -Prayagraj Kumbh Mela:મહાશિવરાત્રીના દિવસે અંતિમ સ્નાનની તૈયારી!
ટ્રાફિક અટવાયો, બચાવ કાર્યમાં વિલંબ
અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો. 108 એમ્બ્યુલન્સ, સોમાટોલ એમ્બ્યુલન્સ અને ટોલ પ્લાઝા એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ, જેના કારણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું થઈ ગયું.
આ પણ વાંચો -Uttarakhandમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 3.5 માપવામાં આવી
વહીવટીતંત્રની અપીલ
સ્થાનિક વહીવટીતંત્ર અને હાઇવે પોલીસે ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે સખત મહેનત કરી. અકસ્માત બાદ, વહીવટીતંત્રે વાહનચાલકોને હાઇવે પર સાવચેત રહેવાની અપીલ કરી છે, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય.