Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Twisha Sharma Case માં મોટા ખુલાસા!, CBI દ્વારા સાસુના જામીન રદ કરવાની માંગ!

ભોપાલની ટ્વિશા શર્માના રહસ્યમય મોત બાદ હવે CBI એ તપાસનો ગાળિયો વધુ મજબૂત કર્યો છે. હાઈકોર્ટમાં સરકારે રજૂ કરેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટના તથ્યોએ કેસને વળાંક આપ્યો છે. સાસુ ગિરિબાલા સિંહ વિરુદ્ધ CBI ની કડક વલણ અને દહેજ મામલે બહેન દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા દાવાઓ આ તપાસમાં કઈ દિશા તરફ ઈશારો કરે છે? શું આ આત્મહત્યા હતી કે બીજું કંઈ?
twisha sharma case માં મોટા ખુલાસા   cbi દ્વારા સાસુના જામીન રદ કરવાની માંગ
Advertisement

Twisha Sharma Case: ભોપાલની ચર્ચિત ટ્વિશા શર્મા (Twisha Sharma) મોત કેસમાં તપાસ હવે નિર્ણાયક વળાંક પર છે. CBI આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. હાલમાં જ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન CBI અને રાજ્ય સરકારે ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા છે.

Twisha Sharma ના શરીર પર જોવા મળ્યા ઈજાના નિશાન

પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem Report) અનુસાર, મૃતક ટ્વિશાના શરીર પર કલાઈ, કોણી અને માથાના ભાગે ગંભીર ઈજાઓના નિશાન હતા. સરકારી વકીલે સ્પષ્ટ કર્યું છે કે આ ઈજાઓ 'એન્ટી-મોર્ટમ' (Anti-mortem) એટલે કે મૃત્યુ પહેલાની છે, જે કોઈ સંઘર્ષ કે હાથાપાઈ તરફ ઈશારો કરે છે. આ ઈજાઓ શબને ઉતારતી વખતે થઈ હોય તેવી શક્યતાને સરકારે નકારી કાઢી છે.

Advertisement

સાસુ દ્વારા ટ્વિશાને માનસિક ત્રાસ આપવાનો આરોપ

આ કેસના કેન્દ્રમાં દહેજ પ્રતાડના (Dowry Harassment) ના આરોપો છે. ટ્વિશાની બહેનના નિવેદન મુજબ, તેની સાસુ ગિરિબાલા સિંહ (Giribala Singh) દ્વારા 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને લગ્ન ખર્ચ અપૂરતો હોવાનું જણાવી ટ્વિશાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પોલીસે ગિરિબાલા સિંહ અને ટ્વિશાના પતિ સમર્થ સિંહ (Samarth Singh) વિરુદ્ધ FIR નોંધી છે.

Advertisement

ગિરિબાલા સિંહ તપાસમાં સહકાર આપી રહ્યા

બચાવ પક્ષે દલીલ કરી છે કે ગિરિબાલા સિંહ તપાસમાં સહકાર આપી રહ્યા છે, પરંતુ CBI અને રાજ્ય સરકારે દાવો કર્યો છે કે બે નોટિસ આપવા છતાં તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. ગિરિબાલા સિંહની જામીન રદ કરવાની માંગ સાથે CBI એ કોર્ટ પાસે તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની પરવાનગી માંગી છે. આ કેસ હવે કાયદાકીય જટિલતાઓ વચ્ચે એક જટિલ વળાંક પર પહોંચ્યો છે, જ્યાં દરેક તથ્ય સત્યની નજીક પહોંચવા માટે મહત્વના સાબિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: HDFC Bank ના શેરમાં મોટો ઘટાડો, માર્કેટ કેપમાંથી ₹30,000 કરોડનું ધોવાણ

Tags :
Advertisement

.

×