Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Navy Officer Murder Case: પરિણીત નેવી ઓફિસરે ડેટિંગ એપ પર મળેલી પ્રેમિકાની કરી ક્રૂરતાપૂર્વક હત્યા

વિશાખાપટ્ટનમમાં INS દેગામાં ફરજ બજાવતા એક નેવી ઓફિસરની હેવાનિયતે સૌને સ્તબ્ધ કરી દીધા છે. ડેટિંગ એપથી શરૂ થયેલો પ્રેમ સંબંધ લોહીયાળ અંજામ સુધી કેવી રીતે પહોંચ્યો તે જાણવું જરૂરી છે. પત્નીની ગેરહાજરીમાં ઘરમાં જ રચાયેલા આ ભયાનક કાવતરામાં લાશના ટુકડા અને ફ્રિજનો જે રીતે ઉપયોગ થયો છે, તે કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપાવી દેવા માટે પૂરતું છે.
navy officer murder case  પરિણીત નેવી ઓફિસરે ડેટિંગ એપ પર મળેલી પ્રેમિકાની કરી ક્રૂરતાપૂર્વક હત્યા
Advertisement
  • વિશાખાપટ્ટનમમાં નેવી ઓફિસરે પ્રેમિકાને ક્રૂરતાપૂર્વક હત્યા કરી (Navy Officer Murder Case)
  • પત્નીની ગેરહાજરીમાં પ્રેમિકાને ઘરે બોલાવી પતાવી દીધી
  • મૃતદેહના ત્રણ ટુકડા કરી ફ્રિજ અને પલંગ નીચે છુપાવ્યા
  • હત્યા માટે આરોપીએ ઓનલાઈન મંગાવી હતી છરી

આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના શહેર વિશાખાપટ્ટનમમાં એક એવી ઘટના બની છે જેણે માનવતાને શરમાવી દીધી છે. દેશની રક્ષા કરતા એક ભારતીય નૌકાદળ (Indian Navy) ના જવાન જ્યારે ભક્ષક બની જાય ત્યારે કેવી ભયાનક સ્થિતિ સર્જાય છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. INS દેગા (INS Dega) માં તૈનાત નેવી ઓફિસર ચિંતાદા રવિન્દ્ર (Chintada Ravindra) એ તેની પાંચ વર્ષ જૂની પ્રેમિકા મોનિકા (Monika) ની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.

Navy Officer Murder Case: પત્ની પિયર ગઇ અને પ્રેમિકાની કરી નાંખી હત્યા

ઘટનાની વિગતો મુજબ આરોપી નેવી ઓફિસર રવિન્દ્રની પત્ની જ્યારે તેના પિયર ગઈ હતી, ત્યારે રવિન્દ્રએ રવિવારે મોનિકાને પોતાના ઘરે બોલાવી હતી. બપોરના સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલા રવિન્દ્રએ છરીના ઘા ઝીંકી મોનિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા કોઈ આકસ્મિક ઘટના નહોતી પરંતુ એક 'સુનિયોજિત કાવતરું' (Planned Conspiracy) હતું. રવિન્દ્રએ હત્યા કરવા માટે ખાસ ઓનલાઈન છરી (Online Order Knife) મંગાવી હતી.

Advertisement

Advertisement


શરીરના ત્રણ ટુકડા અને ફ્રિજનો ઉપયોગ

હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ જે હરકત કરી તે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે. તેણે મોનિકાના મૃતદેહના ત્રણ ટુકડા કર્યા હતા. શરીરનો એક ભાગ તેણે રેફ્રિજરેટરમાં (Fridge) છુપાવી દીધો, બીજો ભાગ કોથળામાં ભરીને પલંગ (Bed) નીચે સંતાડી દીધો, જ્યારે માથાનો ભાગ તે એકાંત વિસ્તારમાં લઈ ગયો અને ત્યાં તેને સળગાવી (Burnt Head) દીધો હતો.

પોલીસ સ્ટેશન જઈને કરી કબૂલાત

આ ગુનો આચર્યા બાદ આરોપી રવિન્દ્ર પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે તાત્કાલિક તેના ઘરે જઈને લોહીથી ખરડાયેલી હાલતમાં શરીરના અંગો કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને 2021 માં એક ડેટિંગ એપ (Dating App) દ્વારા મળ્યા હતા. રવિન્દ્રના જણાવ્યા મુજબ, મોનિકાએ તેની પાસેથી 3.5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને તે સંબંધો જાહેર કરવાની ધમકી આપી રહી હતી, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

આ પણ વાંચો: દિલ્હીમાં મોટી આતંકી સાજિશ નિષ્ફળ: લશ્કરનો 'મોસ્ટ વોન્ટેડ' શબ્બીર બોર્ડર પરથી ઝડપાયો

Tags :
Advertisement

.

×