Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

NCERTના વિવાદાસ્પદ પુસ્તક પર સુપ્રીમ કોર્ટે પ્રકાશન અને ડિજિટલ શેરિંગ પર લગાવી રોક, તપાસના આપ્યા આદેશ!

શિક્ષણ જગતમાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે NCERT ના નવા પુસ્તકમાં ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડતા પ્રકરણો સામે આવ્યા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા જ મુખ્ય ન્યાયાધીશે એવું આક્રમક વલણ અપનાવ્યું છે કે જવાબદાર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. શું આ માત્ર પ્રિન્ટિંગ ભૂલ છે કે ન્યાયતંત્ર વિરુદ્ધનું કોઈ મોટું ષડયંત્ર? કોર્ટે કેમ કહ્યું કે ન્યાયતંત્ર આજે લોહીથી લથપથ છે? જાણો આ સનસનાટીભર્યા અહેવાલની અંદરની વાત.
ncertના વિવાદાસ્પદ પુસ્તક પર સુપ્રીમ કોર્ટે પ્રકાશન અને ડિજિટલ શેરિંગ પર લગાવી રોક  તપાસના આપ્યા આદેશ
Advertisement
  • CJI સૂર્યકાંતે NCERT ની બિનશરતી માફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો (NCERT Book Controversy)
  • ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકની તમામ નકલો જપ્ત કરવા આદેશ
  • પુસ્તકનું ડિજિટલ શેરિંગ કરનાર સામે પણ કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે NCERT ના 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્ર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ બદલ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી દરમિયાન સીજેઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મામલે કોઈ પણ પ્રકારની 'બિનશરતી માફી' સ્વીકારશે નહીં. કોર્ટે આ મામલે ઊંડી તપાસના આદેશ આપતા જણાવ્યું કે આ સંસ્થાની ગરિમાને કલંકિત કરવાનું એક ષડયંત્ર હોઈ શકે છે.

NCERT Book Controversy: મુખ્ય ન્યાયાધીશ ભારે ગુસ્સામાં

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) અત્યંત ભાવુક અને આક્રમક મૂડમાં જણાતા હતા. ન્યાયતંત્ર પરના આ આઘાતજનક પ્રહારથી વ્યથિત CJI એ ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, 'આ વિવાદના પરિણામો કોઈ સામાન્ય નથી. તેમણે ન્યાયતંત્ર પર ગોળી ચલાવી છે અને આજે આપણું ન્યાયતંત્ર લોહીથી લથપથ છે.'મુખ્ય ન્યાયાધીશે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, ન્યાયતંત્રના વડા (Head of Judiciary) તરીકે આ દુષ્કૃત્ય પાછળ જવાબદાર વ્યક્તિને શોધી કાઢવી એ તેમની નૈતિક ફરજ છે. આ તબક્કે જસ્ટિસ બાગચીએ (Justice Bagchi) પણ કડક સુર પુરાવતા આ લેખ સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે સરકાર અને તંત્રને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે, સમાજમાં ખોટો સંદેશ ફેલાવતી આ વિવાદાસ્પદ સામગ્રીને તાત્કાલિક ધોરણે દરેક પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવે."

Advertisement

Advertisement

પુસ્તક જપ્ત કરવા અને શેરિંગ અટકાવવા આદેશ

સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ પ્રકરણ પર પ્રતિબંધ મૂકવાની સાથે આદેશ આપ્યો છે કે પુસ્તકની તમામ ભૌતિક નકલો (Physical Copies) જપ્ત કરવામાં આવે. આ ઉપરાંત, આ પુસ્તકનું કોઈપણ પ્રકારનું ડિજિટલ શેરિંગ (Digital Sharing) કરવા પર પણ કડક મનાઈ ફરમાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ સામગ્રી શેર કરશે, તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

NCERT અને શિક્ષણ મંત્રાલયની સ્પષ્ટતા

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી 2026 ના રોજ NCERT એ 'એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયા એન્ડ બિયોન્ડ' (Exploring Society: India and Beyond) નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. જેમાં પ્રકરણ-4 'ધ રોલ ઓફ જ્યુડિશિયરી ઇન અવર સોસાયટી' (The Role of the Judiciary in Our Society) માં ભ્રષ્ટ ન્યાયતંત્ર અને પેન્ડિંગ કેસો અંગે વાંધાજનક લખાણ હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણ મંત્રાલયે (Ministry of Education) આ અંગે વિરોધ નોંધાવ્યા બાદ NCERT એ માફી માંગતા જણાવ્યું હતું કે આ ભૂલ અજાણતા થઈ છે, જોકે કોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો: Instagram પર PM મોદીનો વર્લ્ડ રેકોર્ડ, 10 કરોડ ફોલોઅર્સ સાથે બન્યા વિશ્વના નંબર વન નેતા

Tags :
Advertisement

.

×