Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

NCERT Judiciary Controversy : સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારનો પુસ્તક બદલવાનો નિર્ણય

NCERT ના ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અંગેના એક પ્રકરણથી દેશભરમાં કાયદાકીય અને શૈક્ષણિક વિવાદ છેડાયો છે. સુપ્રીમ કોર્ટની આકરી ફટકાર અને સ્વતઃ સંજ્ઞાન બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયમાં દોડધામ મચી ગઈ છે. બાળકોના શિક્ષણમાં સંસ્થાઓની છબી ખરડવા પાછળ કોનો હાથ છે અને હવે પુસ્તકોમાં કેવા સુધારા થશે, તે આ આખી ઘટનાનો મુખ્ય વળાંક છે.
ncert judiciary controversy   સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારનો પુસ્તક બદલવાનો નિર્ણય
Advertisement
  • NCERT ના પુસ્તકમાં ન્યાયતંત્ર પર આક્ષેપ, સુપ્રીમ કોર્ટ લાલઘૂમ!
  • ધોરણ 8 ના પુસ્તકમાં ભ્રષ્ટાચારના લખાણ પર વિવાદ
  • ન્યાયતંત્રની છબી ખરડાતા સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ
  • કેન્દ્ર સરકાર વિવાદાસ્પદ હિસ્સો હટાવવા એક્શન મોડમાં
  • NCERT એ નવા પાઠ્યપુસ્તકોનું વેચાણ તાત્કાલિક અટકાવ્યું

NCERT Judiciary Controversy : ભારતીય ન્યાયપાલિકા (Judiciary) અંગે NCERT ના ધોરણ 8 ના પુસ્તકમાં કરવામાં આવેલા વિવાદાસ્પદ ઉલ્લેખ બાદ મોટો વિવાદ ઊભો થયો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે કડક વલણ અપનાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર તે હિસ્સો હટાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઠ્યપુસ્તકમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર (Corruption in Judiciary) સંબંધી સામગ્રીને લઈને શિક્ષણ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે.

NCERT Judiciary Controversy : સુપ્રીમ કોર્ટે જાતે લીધુ સંજ્ઞાન

25 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે NCERT ના અભ્યાસક્રમમાં બાળકોને ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર વિશે ભણાવવાના મુદ્દે 'સ્વતઃ સંજ્ઞાન' (Suo Motu Cognizance) લીધું હતું. કોર્ટની ટિપ્પણી બાદ NCERT એ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકોનું વેચાણ અટકાવી દીધું છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ બાબત અત્યંત ગંભીર છે અને જવાબદાર વ્યક્તિઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે.

Advertisement

Advertisement

વરિષ્ઠ વકીલોએ વ્યક્ત કર્યો આક્રોશ

આ મામલે વરિષ્ઠ એડવોકેટ વિકાસ સિંહે (Senior Advocate Vikas Singh) આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાઠ્યપુસ્તકો બાળકોને સમાજ વિશે શિક્ષિત કરવા માટે હોય છે, નહીં કે સંસ્થાઓને નબળી પાડવા માટે. તેમણે સૂચન કર્યું કે જો ખરેખર શિક્ષિત કરવા હોય તો રાજકારણીઓની ગુનાહિત પૃષ્ઠભૂમિ (Criminal Background of Politicians) વિશે જણાવવું જોઈએ. ન્યાયપાલિકા જેવી પવિત્ર સંસ્થામાં ભ્રષ્ટાચારની વાતો પુસ્તકમાં સામેલ કરવી તે સંસ્થાની ગરિમાને ઠેસ પહોંચાડે છે.

કોર્ટના તિરસ્કારની નોટિસ અપાશે

હાલમાં, આ વિવાદાસ્પદ પ્રકરણને પુસ્તકમાંથી કાયમી ધોરણે દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જસ્ટિસ સૂર્યા કાંતે (Justice Surya Kant) પણ આ મુદ્દે ગંભીરતા દાખવી છે, અને શક્ય છે કે આ સામગ્રી સામેલ કરનાર અધિકારીઓને કોર્ટના તિરસ્કારની નોટિસ (Contempt Notice) પણ પાઠવવામાં આવે. સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Agniveer Vayu Recruitment 2026 : વયમર્યાદા વધી, જાણો નવી તારીખો અને લાયકાત

Tags :
Advertisement

.

×