NCERTએ ધોરણ 8ના પુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર'નો સમાવેશ કરતા CJI ભારે નારાજ
- ધોરણ 8 ના પુસ્તકમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' પ્રકરણ પર વિવાદ (NCERT Judiciary Controversy)
- CJI સૂર્યકાંતે મામલાની ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા
- વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં પુસ્તકની સામગ્રી સામે ઉઠાવ્યો વાંધો
- ચીફ જસ્ટિસે કહ્યું- ન્યાયિક સંસ્થાને બદનામ કરવાનું આ વિચારપૂર્વકનું પગલું
દેશની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) ધોરણ 8 ના NCERT પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર (Corruption in Judiciary) વિશેના એક પ્રકરણ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત (CJI Surya Kant) એ આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલે વ્યક્તિગત રીતે તપાસ કરશે અને ન્યાયિક સંસ્થાની છબી ખરડાય તે સહન કરવામાં આવશે નહીં.
NCERT Judiciary Controversy: શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં NCERT દ્વારા ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાન (Social Science) ના પાઠ્યપુસ્તકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવી આવૃત્તિમાં "ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર" નામનો એક અલગ વિભાગ ઉમેરવામાં આવ્યો છે. અગાઉના પુસ્તકોમાં માત્ર અદાલતોની રચના, તેની ભૂમિકા અને કાર્યપદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. આ નવા પ્રકરણ સામે વરિષ્ઠ વકીલો અને ન્યાયાધીશોએ વાંધો ઉઠાવ્યો છે.
સીજેઆઈ સૂર્યકાંતની કડક ટિપ્પણી
બુધવારે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, "મેં આ બાબતની નોંધ લીધી છે. હાઈકોર્ટના તમામ ન્યાયાધીશો અને બાર એસોસિએશન (Bar and Bench) આનાથી નારાજ છે. સંસ્થાના વડા તરીકે મેં મારી ફરજ બજાવી છે અને હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપીશ નહીં. આ એક વિચારપૂર્વકનું પગલું લાગે છે, કાયદો પોતાનો રસ્તો અપનાવશે."
વરિષ્ઠ વકીલોએ વ્યક્ત કરી ચિંતા
આ મુદ્દો સૌથી પહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ (Kapil Sibal) દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે 8મા ધોરણના નાના બાળકોને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિશે ભણાવવું એ અત્યંત ચિંતાજનક બાબત છે. ત્યારબાદ વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ (Abhishek Manu Singhvi) પણ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, અન્ય ક્ષેત્રોમાં સમસ્યાઓ હોઈ શકે છે પરંતુ ન્યાયતંત્રને આ રીતે નિશાન બનાવવું યોગ્ય નથી. જસ્ટિસ બાગચી (Justice Bagchi) એ પણ ઉમેર્યું હતું કે આ પુસ્તકની સામગ્રી બંધારણના મૂળભૂત માળખા (Basic Structure) ની વિરુદ્ધ જણાય છે.
આ પણ વાંચો: બંગાળમાં મમતા સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો: SIR પ્રક્રિયા હવે ન્યાયિક અધિકારીઓની દેખરેખ હેઠળ થશે


