IndiGo Flight Advisory : ઈન્ડિગો એરલાઈન્સે ઈરાન સંકટ વચ્ચે આ દેશોની તમામ ફ્લાઈટ્સ કરી રદ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
- ઈન્ડિગોએ મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી (IndiGo Flight Advisory Iran)
- તિબિલિસી, અલ્માટી, બાકુ અને તાશ્કંદની ફ્લાઈટ્સ 28 ફેબ્રુઆરી સુધી બંધ
- ઈરાન આસપાસની ગંભીર સ્થિતિને જોતા ફ્લાઈટ શેડ્યૂલમાં કરાયા ફેરફાર
- પ્રભાવિત મુસાફરો ફુલ રિફંડ અથવા વૈકલ્પિક મુસાફરીનો વિકલ્પ પસંદ કરી શકશે
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાન (Iran) ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની અગ્રણી એરલાઈન ઈન્ડિગો (IndiGo) એ મુસાફરો માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઈઝરી (Travel Advisory) જારી કરી છે. કંપનીએ સુરક્ષાના કારણોસર અનેક આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ફ્લાઈટ્સ રદ (Flight Cancellation) કરવાનો નિર્ણય લીધો છે.
IndiGo Flight Advisory : આ ચાર શહેરોની ફ્લાઈટ્સ પર લાગી બ્રેક
ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, તિબિલિસી [Tbilisi], અલ્માટી [Almaty], બાકુ [Baku] અને તાશ્કંદ [Tashkent] ની તમામ ફ્લાઈટ્સ 28 ફેબ્રુઆરી, 2026 સુધી સ્થગિત કરવામાં આવી છે. એરલાઈન્સે સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ (Crew Members) ની સુરક્ષા તેમના માટે સૌથી મહત્વની છે.
Travel Advisory
In view of the developing situation around Iran, we have made additional adjustments to our flight schedule to ensure a safe and seamless experience for our customers and crew.
As part of these measures, IndiGo flights to and from Tbilisi, Almaty, Baku, and…
— IndiGo (@IndiGo6E) February 3, 2026
મુસાફરોને રિફંડ કે વૈકલ્પિક સુવિધા
જે મુસાફરોએ આ તારીખો દરમિયાન બુકિંગ કરાવ્યું છે, તેમના માટે એરલાઈન્સે બે વિકલ્પો આપ્યા છે. ગ્રાહકો કાં તો તેમની મુસાફરી માટે અન્ય વૈકલ્પિક માર્ગો પસંદ કરી શકે છે અથવા નિયમ મુજબ 'ફુલ રિફંડ' (Full Refund) મેળવી શકે છે. આ માટે ઈન્ડિગોએ સત્તાવાર લિંક પણ શેર કરી છે, જ્યાંથી મુસાફરો પોતાની ટિકિટ મેનેજ કરી શકશે.
પરિસ્થિતિ પર સતત નજર
ઈન્ડિગો (IndiGo) ના પ્રવક્તાએ જણાવ્યું કે, "ઈરાનની આસપાસની બદલાતી પરિસ્થિતિની અમે નિયમિત સમીક્ષા કરી રહ્યા છીએ. કોઈપણ વધુ અપડેટ્સ કે ફેરફારો અમારા અધિકૃત સંચાર માધ્યમો દ્વારા મુસાફરોને જણાવવામાં આવશે." એરલાઈન્સે મુસાફરોને થતી અગવડતા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને તેમની ધીરજ બદલ આભાર માન્યો છે.
આ પણ વાંચો : Loksabha MPs Suspended: લોકસભામાં સ્પીકર તરફ કાગળો ફેંકવા મામલે વિપક્ષના 8 સાંસદ કરાયા સસ્પેન્ડ


