Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, 'વારંવાર કેમ લીક થાય છે પેપર?'

NEET-UG પરીક્ષામાં વારંવાર થતા પેપર લીકની ઘટનાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી છે. કોર્ટે કેન્દ્ર અને NTA પાસે પરીક્ષાઓની સુરક્ષા માટે નવી બ્લુપ્રિન્ટ માંગી છે. સાથે જ, ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે જવાબદારી નક્કી કરવાની તાકીદ કરી છે. આ મામલે સરકારને છ અઠવાડિયાનો સમય અપાયો છે અને તપાસની સંપૂર્ણ દેખરેખ કોર્ટ પોતે કરશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ એક મહત્વનો વળાંક માનવામાં આવે છે.
neet પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ   વારંવાર કેમ લીક થાય છે પેપર
Advertisement

NEET paper leak supreme court : NEET-UG 2026 પરીક્ષાના વિવાદે દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા આ મામલે લેવાયેલા કડક વલણે હવે શિક્ષણ જગતમાં મોટા ફેરફારોના સંકેત આપ્યા છે. કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency - NTA) ની કામગીરી પર સવાલો ઉઠાવતા તેને સખત ઠપકો આપ્યો છે.

NEET paper leak supreme court : સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે, NEET-UG પેપર લીક કેસની તપાસ પર કોર્ટ પોતે વ્યક્તિગત રીતે દેખરેખ રાખશે. ન્યાયાધીશ પીએસ નરસિંહા (Justice PS Narasimha) અને આલોક આરાધે (Alok Aradhe) ની બેન્ચે આ ઘટનાને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત દુઃખદ ગણાવી છે.

Advertisement

NTA ની કાર્યપ્રણાલીમાં આમૂલ પરિવર્તન

કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય (Ministry of Education) ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ એક વિગતવાર સોગંદનામું દાખલ કરે. જેમાં NTA કેવી રીતે ભવિષ્યમાં પરીક્ષાઓ સુરક્ષિત રીતે યોજી શકે, તેની મજબૂત બ્લુપ્રિન્ટ તૈયાર કરવી પડશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે સંસ્થામાં નિષ્ણાતોની ટીમ અને અનુભવી કર્મચારીઓની નિમણૂક કરીને સુરક્ષા વ્યવસ્થાને કિલ્લેબંધી જેવી મજબૂત બનાવવી પડશે.

Advertisement

જવાબદારી નક્કી કરવા માટે સરકારને અલ્ટિમેટમ

કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે વારંવાર પેપર લીક જેવી ઘટનાઓ કેમ બની રહી છે? જો ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન થશે, તો સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. સરકારને આ સમગ્ર મામલે છ અઠવાડિયામાં નવી કાર્ય યોજના રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા (Tushar Mehta) એ કોર્ટને ખાતરી આપી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પોતે આ સમગ્ર પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો:  Cockroach Janta Party ને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો! X એકાઉન્ટને તાત્કાલિક રિસ્ટોર કરવાની ના પાડી

Tags :
Advertisement

.

×