NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં બે ગુજરાતી, અહીં જુઓ સ્કોર
- NEET UG 2025 નું પરિણામ જાહેર
- ટોપ 10માં બે ગુજરાતીનો સમાવેશ
- આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપી
NEET UG 2025 : લાખો મેડિકલ વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર રીતે NEET UG 2025 નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે પરીક્ષા આપનારા લગભગ 21 લાખ વિદ્યાર્થીઓ માટે આ એક મોટો દિવસ છે. ટોપ 10માં બે ગુજરાતીનો સમાવેશ થયો છે.
પરીક્ષામાં બેસનારા બધા ઉમેદવારો NTA neet.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ અને સ્કોરકાર્ડ ચકાસી શકે છે. પરિણામ ફક્ત ઓનલાઈન મોડમાં જ ઉપલબ્ધ થશે.
ટોપરના નામ | રેંક | રાજ્ય |
મહેશ કુમાર | રેંક 1 | રાજસ્થાન |
ઉત્કર્ષ અવધિયા | રેંક 2 | મધ્ય પ્રદેશ |
કૃષ્ણ જોશી | રેંક 3 | મહારાષ્ટ્ર |
મૃણાલ કિશોર ઝા | રેંક 4 | દિલ્હી |
અવિકા અગ્રવાલ | રેંક 5 | દિલ્હી |
જેનિલ વિનોદભાઈ ભાયાણી | રેંક 6 | ગુજરાત |
કેશવ મિતલ | રેંક 7 | પંજાબ |
ઝા ભવ્ય ચિરાગ | રેંક 8 | ગુજરાત |
હર્ષ કેદાવત | રેંક 9 | દિલ્હી |
આરવ અગ્રવાલ | રેંક 10 | મહારાષ્ટ્ર |
આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા
આ વર્ષે NEET UG 2025 ની પરીક્ષામાં રેકોર્ડ 20.7 થી 21 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને 3 જૂને પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી, જેના પર 5 જૂન સુધી વાંધા નોંધાવી શકાય છે.
National Testing Agency (NTA) announces results of NEET (UG) 2025 pic.twitter.com/agseL8AnYi
— ANI (@ANI) June 14, 2025
તમારું પરિણામ આ રીતે તપાસો
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.
- હોમપેજ પર “NEET UG 2025 પરિણામ” ની લિંક પર ક્લિક કરો.
- હવે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સુરક્ષા પિન દાખલ કરીને લોગિન કરો.
- તમારું સ્કોરકાર્ડ અને રેન્ક સ્ક્રીન પર દેખાશે.
- પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેનું પ્રિન્ટઆઉટ રાખો.
પરિણામ પછી શું કરવું ?
પરિણામ જાહેર થયા પછી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. કાઉન્સેલિંગમાં, ઉમેદવારોને તેમના રેન્ક, સ્કોર અને શ્રેણીના આધારે MBBS, BDS અથવા અન્ય મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે. આ માટે, MCC (મેડિકલ કાઉન્સેલિંગ કમિટી) ટૂંક સમયમાં કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર કરશે.
NEET UG પરીક્ષા માટે 2276069 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી
ટોચના 10 ઉમેદવારોની યાદીમાં, 3 ઉમેદવારો દિલ્હીના છે. બે ઉમેદવારો ગુજરાતના અને બે મહારાષ્ટ્રના છે. એક-એક પંજાબ અને મધ્યપ્રદેશનો છે. તમને જણાવી દઈએ કે NEET UG પરીક્ષા માટે 2276069 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 2209318 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં બેઠેલા 2209318 ઉમેદવારોમાંથી કુલ 1236531 સફળ થયા છે.