Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

NEET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, NTA સાથે જોડાયેલા હતા તાર

શું NEET જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાનું પેપર એક નિવૃત્ત પ્રોફેસરના બેડરૂમમાં લીક થયું હતું? CBI એ હાથ ધરેલી તપાસમાં જે ખુલાસા થયા છે તે તમને સ્તબ્ધ કરી દેશે. NTA ની સિસ્ટમમાં જ ઘૂસી ગયેલા એક 'ભેજાબાજે' કેવી રીતે આખું નેટવર્ક ઉભું કર્યું અને પરીક્ષાના દિવસો પહેલા જ વિદ્યાર્થીઓને પ્રશ્નો ગોખાવી દીધા, તેની હકીકત સામે આવી છે.
neet પેપર લીકનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો  nta સાથે જોડાયેલા હતા તાર
Advertisement
  • CBI પી.વી. કુલકર્ણીની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી (NEET UG Paper Leak Case )
  • NTA ની પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હોવાથી તેને પ્રશ્નપત્રો સુધી સીધી પહોંચ હતી
  • પરીક્ષાના ૩ દિવસ પહેલા પૂણેમાં ખાસ ક્લાસ ચલાવી વિદ્યાર્થીઓને અસલી પ્રશ્નો લખાવ્યા હતા
  • સીબીઆઈએ દેશવ્યાપી દરોડા પાડીને વધુ 7 આરોપીઓની ધરપકડ કરી

NEET-UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને (CBI) મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ આ આખા કૌભાંડના મુખ્ય આરોપી પી.વી. કુલકર્ણીની (P.V. Kulkarni) ધરપકડ કરી છે. ચોંકાવનારી વિગત એ છે કે કુલકર્ણી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વતી પરીક્ષા પ્રક્રિયામાં સીધી રીતે સામેલ હતો, જેના કારણે તેને પ્રશ્નપત્રો સુધી (Question Papers) પહોંચ મળી હતી.

પૂણેમાં ચાલતા હતા 'સ્પેશિયલ ક્લાસ'

CBI તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ લાતુરના રહેવાસી અને પૂણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર (Chemistry Lecturer) તરીકે કામ કરતા કુલકર્ણીએ અન્ય આરોપી મનીષા વાઘમારેની (Manisha Waghmare) મદદથી વિદ્યાર્થીઓને એકઠા કર્યા હતા. એપ્રિલ 2026 ના છેલ્લા અઠવાડિયામાં તેમણે પોતાના પૂણે સ્થિત ઘરે ખાસ કોચિંગ ક્લાસ ચલાવ્યા હતા. આ ક્લાસમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો, તેના વિકલ્પો અને સાચા જવાબો લખાવવામાં આવ્યા હતા. બાદમાં તપાસમાં સાબિત થયું કે આ પ્રશ્નો ૩ મે, ૨૦૨૬ ના રોજ લેવાયેલી વાસ્તવિક NEET-UG પરીક્ષાના પેપર સાથે બિલકુલ મળતા આવતા હતા.

Advertisement

તપાસનો વ્યાપ અને દેશવ્યાપી દરોડા

સીબીઆઈએ (CBI) છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. શિક્ષણ મંત્રાલયની (Ministry of Education) ફરિયાદના આધારે ૧૨ મે, ૨૦૨૬ ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં જયપુર, ગુરુગ્રામ, નાસિક અને પૂણે સહિતના શહેરોમાંથી કુલ સાત આરોપીઓની ધરપકડ (Arrested) કરવામાં આવી છે.

Advertisement

સીબીઆઈની આકરી કાર્યવાહી

ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી પાંચને સાત દિવસના પોલીસ રિમાન્ડ (Police Remand) પર મોકલવામાં આવ્યા છે. એજન્સી હવે એવા વચેટિયાઓની (Middlemen) ઓળખ કરી રહી છે જેમણે લાખો રૂપિયાના બદલામાં વિદ્યાર્થીઓને આ વિશિષ્ટ ક્લાસ સુધી પહોંચાડ્યા હતા. સીબીઆઈનું કહેવું છે કે આ મામલે નિષ્પક્ષ અને વ્યાપક તપાસ ચાલુ રહેશે જેથી પેપર લીકના મૂળ સુધી પહોંચી શકાય.

આ પણ વાંચો:  Gig Worker Strike : ડિલિવરી રાઇડર્સની હડતાલ, સરકારી મદદની આશ !

Tags :
Advertisement

.

×