NEET-UG Counseling Process: NEET-UG રજિસ્ટ્રેશન શિડ્યુલ જાહેર, જાણો મહત્વની તારીખો
NEET-UG Counseling Process: આજથી દેશભરમાં NEET-UG કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. MBBS અને અન્ય મેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ 17 ઓગસ્ટ સુધી ચાલશે, જ્યારે બીજો રાઉન્ડ 24 ઓગસ્ટ અને ત્રીજો રાઉન્ડ 10 સપ્ટેમ્બરથી યોજાશે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી નવું શૈક્ષણિક સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Advertisement
NEET-UG Counseling Process: દેશભરની મેડિકલ કોલેજોમાં (Medical Colleges) પ્રવેશ મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આજથી NEET-UG (National Eligibility cum Entrance Test - Undergraduate) માટેની કાઉન્સેલિંગ પ્રક્રિયા (Counseling Process) અધિકૃત રીતે શરૂ કરી દેવામાં આવી છે.

