ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor માં બહાદુરી પૂર્વક ફરજ નિભાવનાર નેહા ભંડારીને કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરાઈ

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi) એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સહાયક કમાન્ડન્ટ નેહા ભંડારી (Neha Bhandari )ને કોમેન્ડેશન ડિસ્ક અર્પણ કરી. નેહા ભંડારીને Operation Sindoor માં બહાદુરી પૂર્વક ફરજ બજાવવા બદલ આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. વાંચો વિગતવાર.
12:38 PM May 31, 2025 IST | Hardik Prajapati
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi) એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સહાયક કમાન્ડન્ટ નેહા ભંડારી (Neha Bhandari )ને કોમેન્ડેશન ડિસ્ક અર્પણ કરી. નેહા ભંડારીને Operation Sindoor માં બહાદુરી પૂર્વક ફરજ બજાવવા બદલ આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. વાંચો વિગતવાર.
neha Bhandari Gujarat first

Operation Sindoor : બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સહાયક કમાન્ડન્ટ નેહા ભંડારીએ Operation Sindoor માં બહાદુરી પૂર્વક ફરજ બજાવી હતી. નેહા ભંડારી (Neha Bhandari) એ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની પોસ્ટને ધ્વસ્ત કરવામાં આગેવાની લીધી હતી. તેમણે દાખવેલી બહાદુરી બદલ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi) એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સહાયક કમાન્ડન્ટ નેહા ભંડારીને કોમેન્ડેશન ડિસ્ક અર્પણ કરી છે.

3 મહત્વની પાકિસ્તાની પોસ્ટ ધ્વસ્ત કરી

Operation Sindoor બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સહાયક કમાન્ડન્ટ નેહા ભંડારીએ સરહદ પાર પાકિસ્તાનની 3 મહત્વની અને ભૌગોલિક રીતે પ્રતિકુળ સ્થાન પર રહેલ પોસ્ટ ધ્વસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નેહા અને તેના 6 સાથી મહિલા કોન્સ્ટેબલે હાથમાં જે હથિયાર આવ્યું તેનાથી પાકિસ્તાન સૈનિકોને પાઠ ભણાવ્યો હતો. નેહા અને તેના સાથીદારોના આક્રમણથી પાકિસ્તાનીઓ ગભરાઈ ગયા અને પોસ્ટ છોડીને ભાગી છુટ્યા હતા. ત્યારબાદ નેહા અને તેમની ટીમે આ 3 મહત્વની પોસ્ટ ધ્વસ્ત કરી દીધી હતી.

મને ગર્વ છે- નેહા ભંડારી

નેહા ભંડારીએ ઓપરેશન સિંદૂરમાં દાખવેલ બહાદૂરી બાદ એક ઈન્ટરવ્યૂમાં પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારા સૈનિકો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવતા હું ગર્વ અનુભવું છું. અખનૂર-પરગવાલ વિસ્તારમાં પાકિસ્તાની પોસ્ટથી લગભગ 150 મીટર દૂર અમારું પોસ્ટિંગ છે. ફ્રન્ટ પોસ્ટ પર સેવા આપવી અને મારી પોસ્ટથી દુશ્મન પોસ્ટને યોગ્ય જવાબ આપવો એ સન્માનની વાત છે.

આ પણ વાંચોઃ  ભાજપ નેતાના પુત્રના 130 અશ્લીલ વીડિયો વાયરલ, અખિલેશે કહ્યું - આ છે નારી સન્માન?

નેહા ભંડારીને મળ્યું બહુમાન

ઘાતક પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ હિંમત અને ઓપરેશનલ નેતૃત્વ માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સહાયક કમાન્ડન્ટ નેહા ભંડારીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ નેહા ભંડારીને પ્રતિષ્ઠિત કોમેન્ડેશન ડિસ્ક અર્પણ કરી છે.

3 પેઢીથી દેશભક્તિ લોહીમાં વહે છે

નેહા ભંડારીની અગાઉની 2 પેઢીઓ દેશ સેવા માટે સરહદ પર ફરજ બજાવી ચૂકી છે. જેમની અનુગામી આ 3જી પેઢીની નેહા પણ આ પરંપરાને બહાદુરી પૂર્વક આગળ ધપાવી રહી છે. નેહાના દાદા આર્મીમાં સેવા આપતા હતા અને તેના માતા-પિતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં ફરજ બજાવી ચૂક્યા છે. હવે આ ત્રીજી પેઢીની નેહા ભંડારી જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ પરગવાલ સેક્ટરમાં તૈનાત BSF કંપનીનું નેતૃત્વ કરે છે. જે આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર થોડા મીટર દૂર સ્થિત છે.

આ પણ વાંચોઃ  ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસમાં મતભેદ, રાહુલ ગાંધીના રાષ્ટ્રવાદ પર સવાલો ઉઠ્યા

Tags :
Assistant Commandant of BSF Border Security Force Neha BhandariChief General Upendra Dwivedicommendation discGujarat FirstGUJARAT FIRST NEWSIndian-ArmyNeha BhandariOperation Sindoor 3 generations
Next Article