ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

New Delhi : ડે કેરમાં એક માસૂમ બાળકી પર અત્યાચાર, માર માર્યો અને બચકા ભર્યા

New Delhi ના ગ્રેટર નોઈડામાં ડે કેર (Day Care)માં એક માસૂમ બાળકી પર ક્રુરતા (Crueality) આચરવામાં આવી છે. જેમાં બાળકીના શરીર પર માર અને બચકા ભરવાના નિશાન જોવા મળતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
12:13 PM Aug 11, 2025 IST | Hardik Prajapati
New Delhi ના ગ્રેટર નોઈડામાં ડે કેર (Day Care)માં એક માસૂમ બાળકી પર ક્રુરતા (Crueality) આચરવામાં આવી છે. જેમાં બાળકીના શરીર પર માર અને બચકા ભરવાના નિશાન જોવા મળતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
New Delhi Gujarat First-11-08-2025-

New Delhi : ડે કેરમાં બાળકોને મુકતા માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો ગ્રેટર નોઈડામાં બન્યો છે. ડે કેર સેન્ટરમાં રહેલ માસૂમ બાળકીને ઢોર માર મારવામાં આવ્યો જેનાથી તેના શરીર પર નિશાન પડી ગયા. આ સિવાય તેની જાંઘો પર બચકા ભરવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં આ નિશાન દાંતથી કરડવાના લીધે બન્યા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. શરુઆતમાં ડે કેર સેન્ટરના કર્મચારીએ સીસીટીવી ફૂટેજ બતાવાની ના પાડી હતી. જો કે બાદમાં પોલીસ તપાસમાં સીસીટીવી ચેક કરવામાં આવતા બાળકી સાથે થયેલા અત્યાચારનો ભાંડો ફૂટ્યો હતો.

સમગ્ર ઘટનાક્રમ

ગ્રેટર નોઈડા સેક્ટર-137ની પારસ ટિએરા સોસાયટીના ડે કેરમાં 15 મહિનાની બાળકી સાથેની ક્રૂરતા સામે આવી છે. એવો આરોપ છે કે ડે કેરના સહાયકે પહેલા છોકરીને ખૂબ માર માર્યો અને પછી તેના જાંઘ પર દાંતથી બચકા ભર્યા. છોકરીની માતાની ફરિયાદ પર સેક્ટર-142 પોલીસ સ્ટેશનમાં ઓપરેટર ચારુ અને સગીર સહાયક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત બાળકીની માતા મોનિકા દેવી (Monika Devi)નો આરોપ છે કે, તેમની પુત્રીને દરરોજ 2 કલાક માટે બ્લિપ્પી ડે કેર (Blippi Day Care Centre) માં મોકલે છે. 4 ઓગસ્ટે જ્યારે તે તેને ઘરે લાવી ત્યારે તે જોરથી રડી રહી હતી. કપડાં બદલતી વખતે, તેની બંને જાંઘ પર દાંતના નિશાન જોવા મળ્યા. આ પછી તે છોકરીને ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે તેને કહ્યું કે, આ ઈજાઓ કરડવાથી થઈ છે.

આ પણ વાંચોઃ  Vote Theft : કર્ણાટક-હરિયાણા-મહારાષ્ટ્રે Rahul Gandhi ને ફટકારી નોટિસ

ડે કેર સંચાલકોએ ધમકી આપી

મોનિકા દેવીએ જણાવ્યું કે, તેણીએ આ બાબતની ફરિયાદ ડે કેર ચલાવતી ચારુ અને સહાયકને કરી હતી. આ અંગે બંનેએ તેની સાથે ગેરવર્તણૂક કરીને ધમકી આપી હતી. પહેલા તો ઓપરેટરે સીસીટીવી બતાવવાનો ઈનકાર કર્યો હતો. છોકરીની માતાની ફરિયાદ પર સેક્ટર-142 પોલીસ સ્ટેશનમાં ઓપરેટર ચારુ અને સગીર મદદગાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજ સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા.

ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ

આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ફૂટેજમાં સહાયક પહેલા છોકરીને થપ્પડ મારતો, પછી તેને નીચે ફેંકી દેતો અને પ્લાસ્ટિકના બેટથી મારતો જોવા મળે છે. ત્યારબાદ તે છોકરીની જાંઘોને બચકા ભરે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

આ પણ વાંચોઃ Online Gaming: ગેસ સિલિન્ડરનો પાઇપ મોંમાં નાખી જીવ આપી દીધો... ઓનલાઈન ગેમ્સના દેવાને કારણે સરકારી કર્મચારીએ પગલું ભર્યું

Tags :
A cruel act committeda day carea stir as marks of beatingGreater NoidaGujarat FirstGUJARAT FIRST NEWSinnocent girlNew-Delhi
Next Article