Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

New Delhi: 'Operation Sindoor માં તો માત્ર ટ્રેલર હતુ, ફિલ્મ તો શરૂ પણ નહોતી થઈ', આર્મી ચીફનો પાકિસ્તાનને કડક સંદેશ

New Delhi: ચાણક્ય સંરક્ષણ સંવાદમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો કે 'ઓપરેશન સિંદૂર ટ્રેલર હતું', આતંકવાદ સહન નહીં કરીએ અને લાંબી લડાઈ માટે તૈયાર છીએ. 'લોહી-પાણી એકસાથે વહી શકે નહીં, વાતચીત-આતંક નહીં' એમ કહીને રાજ્ય પ્રાયોજિત આતંકવાદ સામે જવાબ આપવાની તૈયારી દર્શાવી. ચીન સાથે ઓક્ટોબર 2024થી સુધારો, પણ મક્કમ વલણ અને વાટાઘાટો ચાલુ
new delhi   operation sindoor માં તો માત્ર ટ્રેલર હતુ  ફિલ્મ તો શરૂ પણ નહોતી થઈ   આર્મી ચીફનો પાકિસ્તાનને કડક સંદેશ
Advertisement
  • Indian Army Chief ની Pakistan ને કડક ચેતવણી
  • Operation Sindoor માં તો માત્ર ટ્રેલર દેખાડ્યુંઃ સેના પ્રમુખ
  • સેના પ્રમુખે કહ્યું ફિલ્મ તો શરૂ પણ નહોતી થઈ
  • પાણી અને લોહી એકસાથે ન વહી શકેઃ સેના પ્રમુખ
  • ભવિષ્યમાં કોઈપણ સ્થિતિ માટે તૈયારઃ સેના પ્રમુખ
  • પાકિસ્તાનને જવાબદારીનો પાઠ ભણાવીશુંઃ સેના પ્રમુખ
  • 'આજના સમયમાં લડાઈ બહુવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી'
  • ચાણક્ય ડાયલૉગમાં બોલ્યા જનરલ Upendra Dwivedi
New Delhi: નવી દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત ચાણક્ય સંરક્ષણ સંવાદમાં ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi)એ રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, સરહદી પડકારો અને પડોશી દેશો સાથેના સંબંધો પર અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. આ સંવાદમાં તેમણે પાકિસ્તાનને સીધો અને કડક સંદેશ આપતાં જણાવ્યું કે ભારત હવે કોઈપણ કિંમતે આતંકવાદને સહન કરશે નહીં અને લાંબા ગાળાની લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

'ભારત કોઈપણ બ્લેકમેલથી ડરતું નથી'

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (Upendra Dwivedi)એ પાકિસ્તાન તરફથી સતત ચાલી રહેલા આતંકવાદને ભારતની સૌથી ગંભીર ચિંતા ગણાવી. તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂર (Operation Sindoor) માત્ર એક ટ્રેલર હતું, જે માત્ર 88 કલાકમાં સમાપ્ત થયું. જો કોઈ આપણને બ્લેકમેલ કરવા માંગે છે, તો ભારત કોઈપણ બ્લેકમેલથી ડરતું નથી.” આ નિવેદન પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી છે કે રાજ્ય પ્રાયોજિત આતંકવાદને પ્રોત્સાહન આપનાર કોઈપણને ભારત કડક જવાબ આપવા તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું, “ભલે અમને કોરો પત્ર મળે, પણ અમે જાણીએ છીએ કે કોને જવાબ આપવો પડશે.”

Advertisement

'પાકિસ્તાન સાથે ત્યારે જ વાત જ્યારે આતંકવાદ ખતમ કરે'

આર્મી ચીફે ભારતના 'નવા સામાન્ય'ને વ્યાખ્યાયિત કરતાં જણાવ્યું, “લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. વાતચીત અને આતંક એકસાથે ચાલી શકતા નથી.”

Advertisement

ચીન સાથેના સંબંધો અંગે આર્મી ચીફ બોલ્યા

ચીન સાથેના સરહદી મુદ્દાઓ પર વાત કરતાં જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે ઓક્ટોબર 2024થી સંબંધોમાં સુધારો થયો છે અને વાટાઘાટો આગળ વધી રહી છે. જોકે, તેમણે ભારતનું વલણ મક્કમ રહેશે તેવું સ્પષ્ટ કર્યું. “સુરક્ષા પડકારો બદલાઈ રહ્યા છે, અને ભારતે કોઈપણ પ્રકારના લાંબા ગાળાના સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઈએ. ભારતની વ્યૂહરચના સ્પષ્ટ છે. શાંતિ પહેલ ચાલુ રહેશે, તેમજ જરૂરી કાર્યવાહી પણ ચાલુ રહેશે.

'મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પછી સ્થિતિમાં નોંધપાત્ર સુધારો'

મણિપુરની પરિસ્થિતિ (Manipur Situation) અંગે આર્મી ચીફે આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. લોકોનો સરકારમાં વિશ્વાસ વધ્યો છે અને સમુદાયો વચ્ચે પરસ્પર વિશ્વાસ મજબૂત થયો છે. “ડ્યુરન્ડ કપ દરમિયાન અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે પણ શાંતિ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી,”  તેમણે આશા વ્યક્ત કરી કે જો આ સુધારો ચાલુ રહેશે, તો રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં મણિપુરની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન આર્મી ચીફ Asim Munir એ ભારતને ફરીવાર પરમાણુ હુમલાની આપી ગીદડ ધમકી

Tags :
Advertisement

.

×