Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાગળ વિનાની Pension પ્રક્રિયા શરૂ! ડિજીટલ ઈન્ડિયા મિશનનું વધુ એક પગલું

ભારત સરકારે સરકારી કર્મચારીઓ માટે પેન્શન પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. 6 નવેમ્બર, 2024થી, તમામ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન ફોર્મ 6-A ઓનલાઈન ભરવું ફરજિયાત બન્યું છે. આ ફોર્મ 'ભવિષ્ય' પોર્ટલ અથવા E-HRMS 2.0 પોર્ટલ દ્વારા જ ભરી શકાય છે. આ ફેરફાર સરકારી પ્રક્રિયાઓને ડિજીટલ કરવાના ભાગરૂપ છે. ઓનલાઈન ફોર્મ ભરવાથી પેન્શન પ્રક્રિયા ઝડપી, સરળ અને પારદર્શક બનશે. નિવૃત્ત થતા કર્મચારીઓને તેમની નિવૃત્તિના દિવસે જ બધી બાકી ચૂકવણી અને પેન્શન ઓર્ડર મળશે. આ સુધારો CCS પેન્શન નિયમો, 2021 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.
કાગળ વિનાની pension પ્રક્રિયા શરૂ  ડિજીટલ ઈન્ડિયા મિશનનું વધુ એક પગલું
Advertisement
  • નવી પેન્શન પ્રક્રિયા: ડિજીટલ ફોર્મ ફરજિયાત
  • ‘ભવિષ્ય’ પોર્ટલ દ્વારા પેન્શન પ્રક્રિયા સરળ
  • ડિજીટલ ઈન્ડિયા મિશનનું વધુ એક પગલું
  • નવા નિયમો હેઠળ નિવૃત્તિના દિવસે પેન્શન ઓર્ડર
  • કાગળ વિનાની પેન્શન પ્રક્રિયા શરૂ
  • માત્ર ‘ભવિષ્ય’ અને E-HRMS પોર્ટલથી પેન્શન ફોર્મ
  • 16 નવેમ્બરથી પેન્શન માટે ઓનલાઈન ફોર્મ ફરજિયાત
  • પેન્શન અને બાકી ચુકવણીઓ ઝડપથી મળશે

કેન્દ્ર સરકારે (The central government) નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ (retired government employees)  માટે પેન્શન પ્રક્રિયા (pension process) માં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 6 નવેમ્બર, 2024થી તમામ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન (Pension) મેળવવા માટે પેન્શન ફોર્મ 6-A ઓનલાઈન ભરીને સબમિટ કરવું ફરજિયાત બની ગયું છે. આ ફોર્મ માત્ર ‘ભવિષ્ય’ પોર્ટલ અથવા E-HRMS 2.0 પોર્ટલ દ્વારા જ ભરી શકાય છે. મહત્વપૂર્ણ છે કે, હવે કાગળ પરની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ સુધારાના અમલ માટે ભારત સરકારના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 4 નવેમ્બર, 2024ના રોજ સૂચના જાહેર કરવામાં આવી હતી.

સરકારી પ્રક્રિયાઓને ડિજીટલ કરવાની શરૂઆત?

પહેલા પેન્શન માટેનું ફોર્મ કાગળ પર ભરી શકાતું હતું, આ નવો નિયમ સરકારી પ્રક્રિયાઓને ડિજીટલ કરવાના મોટા પગલાનો એક ભાગ છે. 16 નવેમ્બર, 2024થી સરકારી નોકરીમાંથી નિવૃત્ત થતા તમામ કર્મચારીઓ આ ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરી શકશે. પેન્શન માટેના ફોર્મને ઑનલાઈન કરવાથી તે પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવશે. આ ફેરફાર હેઠળ વિવિધ ફોર્મ્સ જેવા કે ફોર્મ 6, 8, 4, 3, A, Format 1, Format 9, FMA અને ઝીરો વિકલ્પ ફોર્મને એકસાથે જોડીને ફોર્મ 6-A તૈયાર કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

આ નવી વ્યવસ્થાને CCS પેન્શન નિયમો, 2021 હેઠળ લાગુ કરવામાં આવી છે, જેમાં નિયમ 53, 57, 58, 59 અને 60માં ફેરફારો કરવામાં આવ્યા છે. ખર્ચ વિભાગ, કાયદા અને ન્યાય વિભાગ, ખાતાના નિયંત્રક, ભારતના નિયંત્રક અને મહાલેખકક્ષક, કર્મચારી અને તાલીમ વિભાગ જેવા તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ સુધારો સૂચિત કરવામાં આવ્યો છે. તમામ મંત્રાલયો અને વિભાગોને સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યું છે કે આ નવી પ્રક્રિયા અંગે દરેક કર્મચારીને જાણ થાય.

નિવૃત્તિના દિવસે પેન્શન ઓર્ડર

પેન્શન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે ‘ભવિષ્ય’ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે, જે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગની પહેલ છે. આ પોર્ટલ હેઠળ નિવૃત્ત થતા કર્મચારીઓને તેમની નિવૃત્તિના દિવસે જ બધી બાકી ચૂકવણી તથા પેન્શન ઓર્ડર સુપ્રત થાય તે સુનિશ્ચિત કરવાનું છે.

સુધારાના ફાયદા

  • પેન્શન પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનશે.
  • ઓનલાઈન ફોર્મથી કાગળવર્કમાં ઘટાડો થશે.
  • નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોનો સમયસર ઉકેલ થશે.
  • નીતિ અને નિયમોને સુગમ બનાવી, વિભાગીય કાર્યક્ષમતા વધશે.

આ પણ વાંચો:  2050માં 1 કરોડ રૂપિયાનું મૂલ્ય કેટલું હશે? મોંઘવારીની અસર જાણીને ચોંકી જશો

Tags :
Advertisement

.

×