Sonam Raghuvanshi કેસમાં થયો નવો ખુલાસો,કોણ છે લોકેન્દ્ર તોમર?
- સોનમ રઘુવંશી કેસ નવા ખુલાસો સામે આવ્યો
- સોનમની મિત્ર લોકેન્દ્ર તોમરની થઈ એન્ટ્રી
- લોકેન્દ્ર પાસે પિસ્તોલ અને રોકડ રકમ મળ્યા
Sonam Raghuvanshi Case: ભારતના બહુ ચર્ચિત કેસ એવા સોનમ રઘુવંશી કેસ (Raja Raghuvanshi Case)બાબતે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે આ સમગ્ર કાંડમાં એક નવો વળાંક સામે આવ્યો છે. સોનમની મિત્ર અલકા પછી હવે વધુ એક નવો ચહેરો એવા લોકેન્દ્ર તોમરની આ કેસમાં એન્ટ્રી થઈ છે.
લોકેન્દ્ર પાસે પિસ્તોલ અને રોકડ રકમ
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યામાં દિવસ ઊગે એક નવો ચહેરો અપરાધી તરીકે પોલીસની સામે આવે છે. ત્યારે હવે શિલોંગ પોલીસ અન્ય એક શકમંદને ગોતી રહી છે, જેનું નામ છે લોકેન્દ્ર તોમર. સોનમ રઘુવંશી કેસમાં આ એક નવો વળાંક આવ્યો છે. સોનમની મિત્ર અલકા પછી હવે વધુ એક નવો ચહેરો લોકેન્દ્ર તોમર આ કેસમાં પ્રવેશી ગયો છે. શિલોંગ પોલીસને હાલ એવી શંકા છે કે લોકેન્દ્ર પાસે આ મર્ડર કેસ સાથે જોડાયેલ પિસ્તોલ અને રોકડ રકમ છે. પોલીસને શંકા છે કે રાજાની હત્યા પછી, સોનમ ઇન્દોરમાં લોકેન્દ્રની ઇમારતમાં રોકાઈ હતી.
આ પણ વાંચો -Assembly By Election Results : AAP એ ગુજરાત જ નહીં પણ આ રાજ્યમાં જીતી પેટાચૂંટણી
સોનમને છુપાવવા માટે ફ્લેટ
રાજા રઘુવંશી હત્યા કેસમાં લોકેન્દ્ર તોમરની હાલ પોલીસ તપાસ કરી રહી છે. રાજા રઘુવંશી હત્યા કેસમાં લોકેન્દ્ર તોમર આઠમો શકમંદ ચહેરો છે. છેલ્લા એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, દરરોજ આ કેસમાં નવા ખુલાસાઓને કારણે આ કેસ સતત હેડલાઇન્સમાં રહે છે. અત્યાર સુધીમાં રાજાની પત્ની સોનમ રઘુવંશી સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ સનસનાટીભર્યા કેસનો આઠમો પાત્ર હવે તપાસના કેન્દ્રમાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે લોકેન્દ્ર તોમર નામના વ્યક્તિએ હત્યા પછી સોનમને છુપાવવા માટે ફ્લેટ પૂરો પાડ્યો હતો.
આ પણ વાંચો -Jagan Mohan Reddy: કાર સાથેની ટક્કરમાં કાર્યકરનું મોત, 6 સામે પોલીસ ફરિયાદ
ધરપકડ કરાયેલ પ્રોપર્ટી ડીલરની ચેટમાંથી નામ ખુલ્યું
મળતી માહિતી અનુસાર આ શકમંદ લોકેન્દ્ર તોમરનું નામ એક ચેટ પકડમાં સામે આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલ પ્રોપર્ટી ડીલર સિલોમ જેમ્સના મોબાઇલમાંથી મળેલી ચેટમાં લોકેન્દ્રની ભૂમિકા ખુલી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચેટ પરથી સ્પષ્ટ થાય છે કે લોકેન્દ્રએ સિલોમ પર દબાણ કર્યું હતું અને તેને હત્યા સાથે જોડાયેલા પુરાવાનો નાશ કરવા કહ્યું હતું. એટલું જ નહીં, જેમ્સે પોલીસ પૂછપરછમાં એમ પણ કહ્યું છે કે તેણે અને લોકેન્દ્રએ મળીને સોનમને 3 લાખ રૂપિયા પ્રતિ માસ ભાડે રાખતા મકાન ભાડે લીધું હતું. તે મકાનમાં પેલેથી ઘણા ભાડૂઆતો રાખવામાં આવ્યા હતા.