Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અદાણી-હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટનો નવો ચુકાદો, જાણો શું થયું?

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ મામલે સેબીને અંતિમ રિપોર્ટ આપવાના નિર્દેશની માંગ કરતી અરજી ફગાવી દીધી. અરજદાર વિશાલ તિવારી પર દંડ લગાવવા અંગે પણ વિચારણા થઇ
અદાણી હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટનો નવો ચુકાદો  જાણો શું થયું
Advertisement
  • હિંડનબર્ગ મામલે સેબીના ક્લોઝર રિપોર્ટની માંગ કરાઇ હતી
  • હિંડનબર્ગ બંધ થઇ ચુક્યું છે ત્યારે સુપ્રીમમાંથી નવો ચુકાદો આવ્યો
  • સુપ્રીમ કોર્ટ દ્વારા વકીલ વિશાલ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ મામલે સેબીને અંતિમ રિપોર્ટ આપવાના નિર્દેશની માંગ કરતી અરજી ફગાવી દીધી. અરજદાર વિશાલ તિવારી પર દંડ લગાવવા અંગે પણ વિચારણા થઇ, જો કે દંડ વગર જ આ અરજીને રદ્દ કરી દેવામાં આવી હતી.

કોઇ દંડ ફટકાર્યા વગર જઅરજી રદ્દ

Adani VS Hindenburg : સુપ્રીમ કોર્ટે તે અરજી પર રજિસ્ટ્રીના આદેશને યથાવત્ત રાખ્યો છે જેમાં સેબીને હિંડનબર્ગ મામલે વચગાળાનો રિપોર્ટ રજુ કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ જેબી પારદીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે સુનાવણી દરમિયાન તેમ પણ ચુખ્યું કે, અરજદાર એડ્વોકેટ વિશાલ તિવારી પર કેટલો દંડ ફટકારવો જોઇએ. જો કે કોર્ટે વગર કોઇ દંડની રકમે અરજી ફગાવી દીધી હતી.

Advertisement

આ પણ વાંચો : શાહના મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ ખડગેનો કટાક્ષ, જાણો શું કહ્યું...

Advertisement

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ વિવાદ

જાન્યુઆરી 2023 માં હિંડનબર્ગે એખ રિપોર્ટ જાહેર કરીને અદાણી ગ્રુપ પર સ્ટોકમાં હેરફેરનો આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે આ આરોપોને દુર્ભાવનાપુર્ણ, ભ્રામક અને જાહેર રીતે ઉપલબ્ધ માહિતીની ખોટી પસંદગી ગણાવતા અદાણી ગ્રુપે કહ્યું કે, આ તથ્યો અને કાયદાની ઉપેક્ષા કરતા વ્યક્તિગત લાભ માટે કરવામાં આવેલું કાવતરું ગણાવ્યું છે. આ અગાઉ આ વર્ષે સુપ્રીમ કોર્ટે તે અરજીને પણ ફગાવી દીધી હતી. જેમાં અદાણી ગ્રુપની વિરુદ્ધ વિશેષ તપાસ દળ (SIT) પાસે તપાસની માંગ કરવામાં આવી હતી.

હિંડનબર્ગના બંધ થવા વચ્ચે નવો ચુકાદો

હાલના ફેસલાના થોડા અઠવાડીયા પહેલા હિંડનબર્ગ રિસર્ચે પોતાના ઓપરેશન્સ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ ચોકાવનારો ઘટનાક્રમ બાદ અટકળો તેજ થઇ ગઇ છે શોર્ટ સેલર ભારત- અમેરિકાસંયુક્ત તપાસથી બચવા માટે આ પગલું ઉઠાવ્યું હતું. ખાસ કરીને ડોલાન્ડ ટ્રમ્પના સત્તામાં પરત ફર્યા બાદ. એડ્વોકેટ વિશાલ તિવારીએ ગત્ત વર્ષે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ અરજી દાખલ કરીને સેબીને અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના આરોપોની અંતિમ રિપોર્ટ રજુ કરવાની માંગ કરી હતી. તેમણે હિંડનબર્ગના નવા રિપોર્ટ આરોપોની તપાસ માટેની અપીલ કરી હતી.

આ પણ વાંચો : Mahakumbh: સવાલાખ રુદ્રાક્ષ ધારણ કરનાર બાબાએ કહ્યું કે, ‘શિવજીની શક્તિ પ્રાપ્ત થાય છે’

રજીસ્ટ્રારે અરજી ફગાવી દીધી

જો કે રજીસ્ટ્રારે તેમ કહીને અરજી ફગાવી દીધી કે આ મુદ્દો શીર્ષ કોર્ટના જાન્યુઆરીના નિર્ણયનાં પહેલાથી જ નિશ્ચિત કરવામાં આવી ચુક્યું છે. ત્યાર બાદ તિવારીએ રજિસ્ટ્રારના આદેશને પડકાર્યો જેને આજે સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યા હતા.

આ પણ વાંચો : Mahakumbh: સનાતનીઓની સુરક્ષા માટે ધર્મ સંસદનું આયોજન, સનાતન બોર્ડ માટે સાધુ-સંતોની માંગણી

Tags :
Advertisement

.

×