PM આવાસ યોજનાના નવા અપડેટ્સ, 13 માંથી 3 નિયમો દૂર કરાયા
- પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા અપડેટ્સ
- પાત્રતા માપદંડ 13 થી ઘટાડીને 10 કરવામાં આવ્યા
- પહેલા કરતાં વધુ ગ્રામીણ પરિવારો આ યોજના માટે પાત્ર
PMAY Updates: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાત્રતા માપદંડ 13 થી ઘટાડીને 10 કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ મેળવી શકે. હવે પહેલા કરતાં વધુ ગ્રામીણ પરિવારો આ યોજના માટે પાત્ર છે. PIB અને ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ભારત સરકારની માહિતી અનુસાર, હવે ફિશિંગ બોટ અથવા મોટરચાલિત ટુ-વ્હીલરની માલિકી જેવી કેટલીક શરતો દૂર કરવામાં આવી છે અને આવક મર્યાદા વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે.
આ યોજના શું છે?
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને પાકા મકાનો પૂરા પાડવાનો છે. વર્ષ 2025 માં પણ, આ યોજના પૂરા જોશથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કરોડો પરિવારોને તેનો લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આ યોજના વર્ષ 2025 માં વધુ સારી રીતે લાગુ કરવામાં આવી.
આ પણ વાંચો : WAVES Summit 2025 માં PM મોદીનું સંબોધન, કહ્યું, 'ભારતીય સિનેમા વિશ્વના દરેક ખૂણે પહોંચ્યું'
કોને લાભ મળશે?
આ વર્ષે પીએમ આવાસ યોજનાથી વંચિત એવા પાત્ર પરિવારો માટે એક નવું સર્વેક્ષણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. સરકારે આ સર્વે 10 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ કર્યો હતો અને તેની છેલ્લી તારીખ અગાઉ 30 માર્ચ 2025 હતી. પરંતુ લાયકાત ધરાવતા લોકોનો સર્વે પૂર્ણ ન થવાને કારણે તેને 30 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સર્વેક્ષણમાં ભાગ લેનારા લોકોના જ નામ આવાસ યોજનામાં નોંધાયેલા હશે અને તેઓ ભવિષ્યમાં આ યોજનાનો લાભ લઈ શકશે.
પહેલાની લાયકાત શું હતી?
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટેની લાયકાત આવક પર નિર્ભર છે. આ યોજનામાં ત્રણ મુખ્ય શ્રેણીઓ છે. આર્થિક રીતે નબળા વર્ગો (EWS), નિમ્ન આવક જૂથ (LIG), અને મધ્યમ આવક જૂથ (MIC). EWS કેટેગરીમાં વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી, LIGમાં રૂ. 3 લાખથી રૂ. 6 લાખની વચ્ચે અને MICમાં રૂ. 6 લાખથી રૂ. 18 લાખની વચ્ચે હોવી જોઈએ. વધુમાં, તમે અથવા તમારા પરિવાર પાસે ભારતમાં કાયમી મકાન ન હોવું જોઈએ અને અગાઉ કોઈપણ અન્ય સરકારી આવાસ યોજનામાંથી નાણાકીય સહાય ન મેળવી હોય.
આ પણ વાંચો : ATM માંથી પૈસા ઉપાડવાથી લઈને રેલ્વે ટિકિટ સુધી...આજથી બદલાયા આ 7 નિયમો