હાલમાં વિશ્વમાં સૌથી યુવા ગણાતા ભારત માટે ગૌરવ અનુભવાય તેવો એક નિર્ણય લેવાયો છે. હવે 2023માં મુંબઇ ખાતે ઓલિમ્પિકની કમિટિની બેઠક યોજાશે.વેશ્વિક ફલક પર રમતગમત ક્ષેત્રે દેશની ભાગીદારીને વધુ મજબૂત થશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (IOC)ના સભ્ય નીતા અંબાણીએ 2023માં મુંબઈમાં IOCસત્રની યજમાની કરવાનો અધિકાર ભારતને આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લે આ બેઠક 1983માં યોજાઇ હતીવર્ષ 2023માં IOCસત્રની યજમાની માટેના તેના પ્રસ્તાવ માટે મુંબઈને 75 સભ્યોના સમર્થન સાથે ઐતિહાસિક 99 ટકા મત મળ્યાં હતાં. નીતા અંબાણીએ કહ્યું “40 વર્ષની રાહ જોયા બાદ ઓલિમ્પિક મૂવમેન્ટ ભારતમાં પાછી આવી છે! 2023 માં મુંબઈમાં IOC સત્રનું આયોજન કરવાનું સન્માન ભારતને સોંપવા બદલ હું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની ખરેખર આભારી છું,” નીતા અંબાણીએ કહ્યું. “ભારતની ઓલિમ્પિક આકાંક્ષા માટે આ એક મહત્વપૂર્ણ વિકાસ હશે અને ભારતીય રમત માટે નવા યુગની શરૂઆત કરશે.' આવનારા વર્ષોમાં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાનું દરેક ભારતીયનું સપનું પૂર્ણ થવાના દ્વાર ખૂલ્યાં છે.ભારતીય પ્રતિનિધિ મંડળે આ અંગે રજૂઆત કરીભારતમાંથી IOCસભ્ય તરીકે ચૂંટાયેલી પ્રથમ મહિલા નીતા અંબાણી છે. અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ ડૉ. નરિન્દર બત્રા, રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને ભારતના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રા સાથેના ભારતીય પ્રતિનિધિ મંડળે આ અંગે રજૂઆત કરી હતી. બેઇજિંગમાં ચાલી રહેલા વિન્ટર ઓલિમ્પિકની સાથે આયોજિત 139મા IOC સત્ર દરમિયાન આ અંગે મજબૂત પક્ષ રજૂ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. શું હોય છે આ સત્રનો એજન્ડાIOC સત્રએ IOCના સભ્યોની વાર્ષિક બેઠક છે, જેમાં 101 વોટિંગનો હક ધરાવતા સભ્યો અને 45 માનદ્ સભ્યો હોય છે. તે ઓલિમ્પિક ચાર્ટરને સ્વિકૃતિ આપવા કે તેમાં સુધારો કરવા, IOC સભ્યો અને પદાધિકારીઓની ચૂંટણી અને ઓલિમ્પિક્સના યજમાન શહેરની ચૂંટણી સહિત વૈશ્વિક ઓલિમ્પિક આંદોલનની મુખ્ય પ્રવૃત્તિઓ પર ચર્ચા કરે છે ત્યાર બદ આ અંગેના નિતિગત નિર્ણયો લેવાય છે.ભારતની રમતગમત ક્ષત્રે એક નવા યુગની શરૂઆતIOA પ્રમુખ ડૉ. નરિન્દર બત્રાએ કહ્યું કે, નીતા અંબાણીનો તેમના વિઝન અને નેતૃત્વ માટે આભાર માનું છું અને તેમના સમર્થન માટે મારા તમામ IOCસભ્ય સહકાર્યકરોનો પણ આભાર માનું છું, હું આપને આવતા વર્ષે મુંબઈમાં મળવા માટે રાહ જોઈ રહ્યો છું. આ ભારતની રમતગમત ક્ષત્રે એક નવા યુગની શરૂઆત છે .યુવા પ્રતિભા, સાતત્ય અને નવિનતાપૂર્ણ પ્રયોગો પર ભાર આપીને મુંબઈમાં 2023માં આઇઓસી સત્રનું આયોજન કરવું ભારતની નવી રમત-ગમતના ક્ષેત્રની ક્ષમતાઓ દર્શાવવાનું પ્રથમ પગલું હશે.જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે2023ના ઉનાળામાં યોજાનાર આ સત્રનું આયોજન મુંબઈમાં અત્યાધુનિક, તદ્દન નવા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શહેરની મધ્યમાં સ્થિત, JWC ભારતનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે.