ભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં મલાલા યુસુફઝાઈ અને મરિયમ નવાઝે મુસ્લિમ યુવતીઓને સમર્થન આપ્યું છે. મલાલાએ હિજાબ પહેરીને શાળાએ જતી છોકરીઓને રોકવાને ભયાનક ગણાવ્યું હતું. તે જ સમયે મરિયમ નવાઝે પણ આ યુવતીઓના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. મલાલા પોતે પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનો શિકાર બની છે, તેથી આ બાબતે તેનું મૌન ઘણા પ્રશ્નો ઉભા કરે છે.ભારતના દરેક નાના-મોટા મુદ્દામાં વાહિયાત નિવેદનો આપનારા પાકિસ્તાની નેતાઓ પોતાના દેશમાં મહિલાઓ પર થઈ રહેલી ક્રૂરતા પર એક શબ્દ પણ ઉચ્ચારી શકતા નથી. તાજેતરમાં સિંધમાં તેનું ઉદાહરણ જોવા મળ્યું. પાકિસ્તાનના અખબાર ધ ડોન' ના એક એહેવાલ મુજબ સિંધના મીરપુરખાસ જિલ્લામાં તુંગરી સમુદાયના કેટલાક પુરુષો દ્વારા મુસ્લિમ રાજપૂત સમુદાયની બે છોકરીઓનું અપહરણ કરીને રાતોરાત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ બંને યુવતીઓને બચાવી હતી. આ મુદ્દાપર ત્યાના નેતાઓ કોઇ ટિપ્પ્ણી નથી કરતા.સુપ્રીમ કોર્ટે દખલગીરીની ના પાડીદેશભરમાં ચાલી રહેલો હિજાબ વિવાદ મુદો હાલમાં ખૂબ વકરી રહ્યો છે. ત્યારે સિબ્બલની ભલામણ પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આ કેસ હાલમાં કર્ણાટક હાઇકોર્ટમાં રિફર કરાયો હતો પરંતું સુપ્રીમ કોર્ટે આ કેસ પોતાની પાસે ટ્રાન્સફર કરવો જોઇએ. સિબ્બલે કહ્યું કે, ત્યાની સ્થાનિક મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યો છે. તેમને પથ્થરો મારવામાં આવી રહ્યાં છે. સિબ્બલની ભલામણ પર ચીફ જસ્ટિસે કહ્યું હતું કે પહેલા આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થવા દો.પાકિસ્તાને ભારતીય વિવિદમાં દખલગીરી કરીકર્ણાટક સ્કૂલોમાં હિજાબ પહેરવા મુદ્દે પ્રતિબંધ વિવાદમાં હવે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભારતીય રાજદૂતને સમન્સ મોકલ્યો છે.તેમણએ ભારતીય શાળાઓમાં વિદ્યાર્થીનીઓઓને હિજાબ ન પહેરવા દેવા બાબતે રોકવાની નિંદા કરી આ પહેલાં પાકિસ્તાનના સૂચના મંત્રી શાહ મહમૂદે પણ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમ છોકરીઓને તેમના શિક્ષણથી વંચિત રાખવી માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, દુનિયાએ સમજવું પડશે કે, ભારતમાં મુસ્લિમોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.ઓવૈસીનો પાકિસ્તાનને જડબાતોડ જવાબમહમૂદ શાહના નિવેદન સામે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને સીધો જવાબ આપી દીધો છે. ઓવૈસીએ કડક શબ્દોમાં કહ્યું છે કે, આ બાજુ ના જોશો, તમારી બાજુ જ ધ્યાન આપો. આ મારો દેશ છે, આ અમારા ઘરનો વિષય છે. તેમાં તમારે દખલગીરી કરવાની જરૂર નથી.ઓવૈસીએ મલાલાને પણ જબાબ આપતા કરતા કહ્યું છે કે, યાદ રાખો કે તમારા પર હુમલો પાકિસ્તાનમાં થયો છે. છોકરીઓને શિક્ષણ મામલે પાકિસ્તાન અમને સલાહ ના આપે. પાકિસ્તાનમાં તો બંધારણ મુજબ ત્યાં બિનમુસ્લિમ વડાપ્રધાન પણ બની નથી શકતું.