છત્તીસગઢના બસ્તર જિલ્લાનું ચિત્ર હવે બદલાઈ રહ્યું છે. અહીંના યુવાનો દેશ અને દુનિયામાં નામ કમાઈ રહ્યાં છે. રમતગમત, શિક્ષણ અને મનોરંજન સહિતના અન્ય ક્ષેત્રોમાં અહીંના યુવાનો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. હવે બસ્તર જીલ્લાંના અહીંના એક નાનકડા ગામની દીકરીએ ગ્લેમરની દુનિયામાં દસ્તક દીધી છે. લિપી મેશ્રામ ખૂબ જ નાની ઉંમરમાં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે. ગોવામાં મિસ ઈન્ડિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લિપી મેશ્રામ બસ્તરની પ્રથમ યુવતી છે જેણે આ ખિતાબ જીત્યો છે.લિપીના પિતાને 3 ગોળી વાગી હતીએક સમયે લિપીના પિતા 'લાલ ટેરર' એટલે કે નક્સલવાદીઓનો શિકાર બન્યાં હતાં. 2009માં લિપીના પિતાને નક્સલવાદીઓએ લૌંડીગુડામાં ઘરની સામે જ ગોળી મારી દીધી હતી. લિપીના પિતાને 3 ગોળી વાગી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પિતાની હત્યા બાદ માતાએ પોતાના સંતાનોને જીવન જીવવાની પૂરી આઝાદી આપી અને આજે લિપીએ પોતાની પ્રતિભાથી 'લાલ ટેરર'ને જાણે કે જોરદાર થપ્પડ મારી દીધી છે. મિસ ઇન્ડિયાની સ્પર્ધામાં લિપીએ દેશભરમાંથી 30 સ્પર્ધકોને હરાવીને આ તાજ પોતાને નામે કરી લીધો હતો.મિત્રોના પ્રોત્સાહનથી મને પ્રેરક બળ મળ્યુંમીડિયા સાથેની વાતચીતમાં લિપીએ કહ્યું કે, જીવનમાં ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે. તેણે કહ્યું, 'મારું આ સપનું હતું અને મેં મારું સપનું પૂરું કરવા અથાગ મહેનત કરી. બસ્તરના ગ્રામીણ વિસ્તારમાંથી બહાર આવીને મારા માટે શહેરી વાતાવરણ સાથે તાલમેળ કરવો મુશ્કેલ હતો. પરંતુ પરિવારના સમર્થન અને મિત્રોના પ્રોત્સાહનથી મને પ્રેરક બળ મળ્યું હતું. હું ભિલાઈ પહોંચી હતી અને ગ્લેમરસ સ્ટુડિયોમાં જોડાયા પછી મેં મારા સપના પૂરા કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ગોવામાં આ સ્પર્ધામાં પહોંચ્યા બાદ મેં આ ખિતાબ હાંસલ કર્યો છે.લિપી IASની તૈયારી પણ કરી રહી છે.લિપી મેશ્રામ એક સામાજિક કાર્યકર અને ગાયિકા પણ છેછત્તીસગઢની આ દીકરી હવે ફિલ્મી દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા માંગે છે. હાલમાં તે હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટીમાં ઓડિશનની તૈયારી કરી રહી છે. મિસ ઈન્ડિયા લિપી મેશ્રામ એક સામાજિક કાર્યકર અને ગાયિકા પણ છે. તેમના સારા કામને જોતા તેમને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બસ્તરના એમ્બેસેડર પણ બનાવવામાં આવી હતી.