શું મહારાષ્ટ્ર વિધાનસભા ભંગની ભલામણ થઇ શકે છે?
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ચાલી રહેલી મહાવિકાસ અઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. આ સંકેત શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યા છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની રાજકીય હાલત વિધાનસભા ભંગની તરફ જઇ રહી છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુસબતો વધારી દીધી છે. એકનાથ શિંદે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સાથે ગુવાહાટી પહોંચ્યા છે
Advertisement
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ચાલી રહેલી મહાવિકાસ અઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. આ સંકેત શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યા છે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની રાજકીય હાલત વિધાનસભા ભંગની તરફ જઇ રહી છે.
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુસબતો વધારી દીધી છે. એકનાથ શિંદે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સાથે ગુવાહાટી પહોંચ્યા છે. અગાઉ તે સુરત પહોંચ્યા હતા. શિદેએ દાવો કર્યો કે તેમની સાથે 40 ધારાસભ્યો છે. જાણવા મળે છે કે શિવસેનાના 33 અને અન્ય 7 ધારાસભ્ય છે. શિવસેનાના કેટલાક વધુ ધારાસભ્યો શિંદેના પક્ષમાં જઇ શકે છે.
શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ મહાવિકાસ અઘાડી સરકારમાં હલચલ મચી ગઇ છે. મુંબઇમાં એક પછી એક બેઠકો થઇ રહી છે. કોંગ્રેસના નેતા કમલનાથે પણ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી છે. એનસીપી પ્રમુખ શરદ પવાર પણ વાય બી ચ્વહાણ સેન્ટર પહોંચી ચુક્યા છે, જયાં મહાવિકાસ અઘાડી સરકારની મહત્વની બેઠક મળી રહી છે.
સંજય રાઉતે હાલની સ્થિતીને લઇને કહ્યું કે વધુમાં વધુ શું થશે, માત્ર સત્તા જતી રહેશે. જો કે આ અગાઉ તેમણે કહ્યું કે અમારી અંદરો અંદર વાત થઇ રહી છે. આજે સવારે એકનાથ શિંદે સાથે 1 કલાક વાત કરી છે. જે વાત થઇ છે તે મે પાર્ટી ચીફને જણાવી છે. તેમની સાથે જે ધારાસભ્યો છે, તેમની સાથે પણ અમારી વાત થઇ રહી છે. તમામ શિવસેનામાં છે અને શિવસેનામાં જ રહેશે. તેમણે કહ્યું કે એકનાથ શિંદે અમારા મિત્ર છે, વર્ષોથી અમે સાથે કામ કરી રહ્યા છીએ . તેમના માટે આસાન નથી કે તે પક્ષ છોડી શકે અને અમારા માટે પણ આસાન નથી તેમને છોડવા પડે.
જો ઉદ્ધવ સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરે તો તે રાજ્યપાલ પર નિર્ભર કરશે તે તેનો સ્વીકાર કરે કે કેમ.
જો રાજ્યપાલ સરકારની ભલામણ સ્વીકારે તો વિધાનસભા ભંગ થઇ જશે અને રાજ્યમાં ફરીથી ચૂંટણી થશે
જો રાજ્યપાલને શંકા થાય કે સરકાર પાસે બહુમત નથી તો તે સરકારને બહુમત સાબિત કરવા જણાવી શકે છે. જો સત્તા પક્ષ ફ્લોર ટેસ્ટમાં પાસ ના થાય તો બહુમત હોવાનો દાવો કરનાર નેતાને સરકાર બનાવાનું આમંત્રણ પણ મોકલી શકાય છે.


