Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચંદીગઢ યુનિવર્સિટીના વિવાદ મામલે શિમલાથી યુવકની અટકાત, જાણો સમગ્ર મામલો

પંજાબના (Punjab) મોહાલીમાં (Mohali) એક પ્રાઈવેટ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓના વાયરલ વીડિયો કાંડમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે આરોપી યુવતીના બોયફ્રેન્ડની ધરપકડ કરવા પંજાબ પોલીસ શિમલા પહોંચી હતી. અહીં પંજાબ પોલીસની ટીમે શિમલા પોલીસ સાથે મળીને ધાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય 31 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. શિમલામાંથી બે આરોપીને ઝડપ્યા છે ત્યારે આ મામલે અત્યાર સુધીમાં કુલ 3 આરોપીની ધરà
ચંદીગઢ યુનિવર્સિટીના વિવાદ મામલે શિમલાથી યુવકની અટકાત  જાણો સમગ્ર મામલો
Advertisement
પંજાબના (Punjab) મોહાલીમાં (Mohali) એક પ્રાઈવેટ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓના વાયરલ વીડિયો કાંડમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે આરોપી યુવતીના બોયફ્રેન્ડની ધરપકડ કરવા પંજાબ પોલીસ શિમલા પહોંચી હતી. અહીં પંજાબ પોલીસની ટીમે શિમલા પોલીસ સાથે મળીને ધાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય 31 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. શિમલામાંથી બે આરોપીને ઝડપ્યા છે ત્યારે આ મામલે અત્યાર સુધીમાં કુલ 3 આરોપીની ધરપકડ થઈ ચુકી છે. ખરાર DSP રૂપિન્દરદીપ કૌરે જણાવ્યું હતું કે આ કેસમાં ગઈકાલે રાત્રે એકની ધરપકડ કરવામાં આવી હતી અને બાતમીના આધારે વધુ ધરપકડ કરવામાં આવી છે.
પંજાબ પોલીસની એક ટીમ યુવતીના બોયફ્રેન્ડની ધરપકડ કરવા શિમલા (Shimla) પહોંચી હતી. સ્થાનિક પોલીસે સૌપ્રથમ રોહરુમાંથી 23 વર્ષની વયના આરોપીની ધરપકડ કરી હતી. તે અહીં એક બેકરીમાં કામ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતી તેની સાથે વારંવાર વોટ્સએપ ચેટ કરતી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ રોહરુ પોલીસે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા અને પંજાબ પોલીસની ટીમના આગમન બાદ તેમને હવાલે કર્યા હતા.
મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં (Chandigarh University) એક વિદ્યાર્થિની પર સાથી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તે છૂપી રીતે તેના નહાવાનો વીડિયો વાયરલ કરી રહી છે. આ મામલે વધી રહેલા વિરોધને જોઈને સરકાર અને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને યુનિવર્સિટી પ્રશાસન પણ સતર્ક થઈ ગયું. આ પછી પંજાબ પોલીસે સૌથી પહેલા આરોપી છોકરીની ધરપકડ કરી, જેણે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તે આ વીડિયો શિમલામાં રહેતા તેના બોયફ્રેન્ડને મોકલતી હતી. જોકે, યુવતીએ દાવો કર્યો હતો કે તેણે માત્ર તેના વીડિયો જ શેર કર્યા છે, અન્ય કોઈના નહીં. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
સમગ્ર ઘટનાને લઈને પંજાબના CM ભગવત માને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ટ્વીટ કર્યું કે, ચંદીગઢ યુનિવર્સિટીની દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. અમારી દીકરીઓ અમારું સન્માન છે. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પંજાબ પોલીસના મહાનિર્દેશકને પત્ર લખીને આ મામલે તુરંત FIR નોંધવા અને કોઈપણ બેદરકારી વિના આ કેસમાં કડક રીતે વ્યવહાર કરવા જણાવ્યું છે. પંચે કહ્યું કે, પીડિત છોકરીઓને કાઉન્સેલિંગ આપવામાં આવે અને તેમને સુરક્ષા આપવામાં આવે. તેમજ યુનિવર્સિટીને નિષ્પક્ષ રીતે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા જણાવ્યું છે.
યુનિવર્સિટીની છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓના વિડીયો બનાવવામાં આવ્યા છે અને સોશિયવ મીડિયામાં શેર કર્યાં તથા અનેક વિદ્યાર્થિનીઓએ આ પ્રકરણ બાદ આપઘાતના પ્રયાસ કર્યાં છે તેવા અહેવાલને યુનિવર્સિટીના અધિકારીઓએ ફગાવી દીધાં છે.
Tags :
Advertisement

.

×