હરિયાણા સરકારે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપી છે. ADGP (CID)ના રિપોર્ટના આધારે જણાવવામાં આવ્યું હતું કે, જેલમાંથી મુક્ત થયા બાદ ગુરમીત રામ રહીમને ખાલિસ્તાન કાર્યકરો તરફથી જીવનું જોખમ છે. હાઇકોર્ટને પણ 6 ફેબ્રુઆરીએ પત્ર જાહેર કરીને આ અંગે જાણ કરવામાં આવી હતી.ત્યાર બાદ હરિયાણા સરકારે ડેરા પ્રમુખને Z+ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે.6 ફેબ્રુઆરીથી ફર્લો પર બહાર છે રામરહીમ ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ મામલામાં પંચકૂલાની અદાલતમાં 25 ઓગસ્ટ 2017ના રોજ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં રામ રહીમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે પત્રકાર હત્યાકાંડમાં પણ રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાર થી જેલમાં સજા કાપી રહ્યા છે. દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા ભોગવી રહેલા રામરહીમને 6 ફેબ્રુઆરીના 21 દિવસની રજા મળી હતી. દેશમાં ચાલી રહેલી ચૂંટણી પર પણ તેમની અસર પરોક્ષ રીતે પડી છે. રામ રહીમનું પારિવારિક જીવન ગુરમીતનો જન્મ રાજસ્થાનના ગંગાનગર જીલ્લામાં 15 ઓગસ્ટ 1967માં થયો હતો. સાત વર્ષની ઉંમરમાં સિરસામાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ શાહ સતનામ સિંહે પોતાના શાગિર્દ બનાવી લીધા અને રામ રહીમનું નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 1990માં સતનામ સિંહે દેશભરથી પોતાના અનુયાયીઓને વિશાળ સત્સંગ માટે આમંત્રિત કર્યા. જેમાં 23 વર્ષના ગુરમીતને તેમના વારીસ ચૂંટવામાં આવ્યા હતા. ધોરણ 10 સુધી ભણેલા ગુરમીતની પત્નીનું નામ હરજીત કૌર છે. રામ રહીમની બે પૂત્રીઓ છે, જેમનું નામ ચરણપ્રીત તથા અમનપ્રીત છે. રામ રહીમનો એક પુત્ર પણ છે જેનું નામ જસમીત છે. આ ઉપરાંત, રામ રહીમે એક પુત્રી દત્તક પણ લીધી છે.