Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ બાદ આરોપીઓ બન્યા નિર્ભય, વધુ એક પંજાબી સિંગર પર કર્યો જીવલેણ હુમલો

થોડા મહિના પહેલા પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યાએ બધાને અંદરથી ચોંકાવી દીધા હતા. મુસેવાલાના મૃત્યુને લઈને ભારે હોબાળો થયો હતો. આ અંગે ઘણા સેલેબ્સે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. હવે વધુ એક પંજાબી ગાયક પર જીવલેણ હુમલો (Fatally Attacked) થયો છે અને તે હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ ગાયકનું નામ આલ્ફાસ છે. રેપર યો યો હની સિંહે આ ઘટના વિશે જણાવ્યું છે.પંજાબી સિંગર અલ્ફાઝ પર જીવલેણ હુમલોપંà
સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ બાદ આરોપીઓ બન્યા નિર્ભય  વધુ એક પંજાબી સિંગર પર કર્યો જીવલેણ હુમલો
Advertisement
થોડા મહિના પહેલા પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની હત્યાએ બધાને અંદરથી ચોંકાવી દીધા હતા. મુસેવાલાના મૃત્યુને લઈને ભારે હોબાળો થયો હતો. આ અંગે ઘણા સેલેબ્સે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. હવે વધુ એક પંજાબી ગાયક પર જીવલેણ હુમલો (Fatally Attacked) થયો છે અને તે હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. આ ગાયકનું નામ આલ્ફાસ છે. રેપર યો યો હની સિંહે આ ઘટના વિશે જણાવ્યું છે.
પંજાબી સિંગર અલ્ફાઝ પર જીવલેણ હુમલો
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા બાદ હવે વધુ એક પંજાબી સિંગર પર હુમલો થયો હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, પંજાબી ગાયક અલ્ફાઝ પર આ જીવલેણ હુમલો થયો છે. કરોડરજ્જુની ઇજાને કારણે અલ્ફાઝને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ફેમસ રેપર હની સિંહે આ જાણકારી આપી છે.

આ રીતે થયો હુમલો 
અહેવાલો અનુસાર, પંજાબી ગાયક અલ્ફાઝ ગઈકાલે રાત્રે એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે બનુર માર્ગ પર આ અકસ્માત થયો હતો. રસ્તામાં, તે કોઈ કામ માટે કારમાંથી નીચે ઉતર્યા પછી લોડિંગ કરી રહ્યો હતો અને અચાનક એક ઝડપી ઓટોએ તેને ટક્કર મારી. ઘટના સમયે તેની સાથે તેના વાહનમાં કેટલાક અન્ય મિત્રો પણ હતા, જેમણે અલ્ફાઝને ગંભીર હાલતમાં મોહાલીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
હની સિંહે હુમલો કરનારને આપી ધમકી
હની સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર અલ્ફાઝનો ફોટો શેર કર્યો અને લખ્યું, 'મારા ભાઈ અલ્ફાઝ પર મોડી રાત્રે કોઈએ હુમલો કર્યો છે, જેણે પણ આ પ્લાન બનાવ્યો છે, હું તેને છોડવાનો નથી. મારા શબ્દો લખીને રાખી લે. દરેક વ્યક્તિ તેના માટે પ્રાર્થના કરે છે. વળી, તેની બીજી પોસ્ટમાં, હની સિંહે લખ્યું, 'મોહાલી પોલીસનો વિશેષ આભાર, જેણે અલ્ફાઝ પર હુમલો કરનાર આરોપી ટેમ્પો ટ્રાવેલરને પકડ્યો. આલ્ફા પણ હવે ખતરાથી બહાર છે.
Advertisement
Tags :
Advertisement

.

×