Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લખનૌની લેવાના હોટલમાં ભીષણ આગથી 4 લોકોનો મોત

રાજધાની લખનૌના હઝરતગંજ વિસ્તારમાં આવેલી હોટલ લેવાનામાં સોમવારે વહેલી સવારે ભીષણ આગની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાં છે. જ્યારે અનેકની હાલત ગંભીર છે. ઘટના બાદથી પુરજોશમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટના સ્થળે જિલ્લા કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ સહિત SDRFની ટીમ તૈનાત છે.ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈજાગ્રસ્તોને તાત્કલિક સારવાર મળે અને બચાવ ક
લખનૌની લેવાના હોટલમાં ભીષણ આગથી 4 લોકોનો મોત
Advertisement
રાજધાની લખનૌના હઝરતગંજ વિસ્તારમાં આવેલી હોટલ લેવાનામાં સોમવારે વહેલી સવારે ભીષણ આગની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાં છે. જ્યારે અનેકની હાલત ગંભીર છે. ઘટના બાદથી પુરજોશમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટના સ્થળે જિલ્લા કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓ સહિત SDRFની ટીમ તૈનાત છે.
ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈજાગ્રસ્તોને તાત્કલિક સારવાર મળે અને બચાવ કામગીરી ઝડપી કરવા નિર્દેશ આપ્યા છે. તેમજ તેઓએ હોસ્પિટલે પહોંચી ઈજાગ્રસ્તો સાથે મુલાકાત પણ કરી હતી.
ઘટના સ્થળે 15 ફાયર બ્રિગેડની ગાડી, 6 એમ્બ્યુલન્સ તૈનાત છે જે બચાવ કાર્ય કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી રહી છે. હોટલમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે બુલડોઝર વડે હોટલની દિવાલ તોડવાની ફરજ પડી હતી. મળતી વિગતો પ્રમાણે હોટલના કુલ 30 રૂમમાં 18 રૂમમાં 30 થી 35 લોકો હતા. પોલીસ વિભાગ પ્રમાણે 10 લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. જેમાંથી 4 લોકોના મોત થયાં છે.
આગની દુર્ઘટના મામલે હોટલના માલિક સુમેર અગ્રવાલની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘટનાની તપાસ માટે વિભાગીય કમિશ્નર અને પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - લખનૌની લેવાના હોટલમાં ભીષણ આગ, બારીઓ તોડીને લોકોને બહાર કઢાયા

Advertisement
Tags :
Advertisement

.

×