છત્તીસગઢના અંબિકાપુરમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. 7થી 13 વર્ષના સગીરોએ અશ્લીલ વીડિયો જોઈને આ હેવાનિયત ભરેલી ઘટનાને અંજામ આપ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીઓ બાળકીના પરિવારના જ સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. સગીરોની જ્યારે પૂછપરછ કરાઈ ત્યારે તેમણે મોબાઈલ પર અશ્લીલ વીડિયો જોઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.દુષ્કર્મની ઘટના બાદ બાળકીની તબિયત લથડી હતી અને તેના પેટમાં દુખાવો થતો હતો. મહત્વની વાત એ છે કે બાળકીના પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ થઈ નહોતી.મોટા ભાઈને આ ઘટનાની જાણ થઈ હતી અને તેણે પરિવારને આ ઘટનાથી વાકેફ કર્યા હતા. પરિવારજનોએ 7થી 13 વર્ષના બાળકોની પૂછપરછ કરી ત્યારે તેમણે હકીકત જણાવી હતી. પરિવારજનો બાળકીને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી.પોલીસે ગેંગરેપની ઘટના મામલે જણાવ્યું હતું કે સમગ્ર કેસની તપાસ ચાલું છે. 7થી 13 વર્ષના સગીરોનું આ કારસ્તાન છે. આ ઘટના બે-ત્રણ મહિના પહેલાં બની હોવાનું કહેવાય છે. પોલીસે સગીરોના મોબાઈલ પણ તપાસ માટે જપ્ત કર્યા છે.