વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ ઇલેકશનના સાતમા ચરણના પ્રચારમાં છે. આ દરમ્યાન તેમણે યુક્રેનથી પાછા ફરેલાં વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે વારાણસી અને યુપીના વિવિધ વિસ્તારોમાંથી યુક્રેનથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓએ તત્કાલિન પરિસ્થિતિ વિશે વાત કરીવિદ્યાર્થીઓએ વડાપ્રધાન સાથે પોતાના અનુભવો અને ત્યાની તત્કાલિન પરિસ્થિતિ વિશે વાત કરી હતી. તેમજ મદદ માટે વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો. આજે વારાણસી પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદૌલી અને જૌનપુરમાં ચૂંટણી સંબધિત રેલીઓને સંબોધી હતી. વડાપ્રધાન હાલમાં ઉત્તર પ્રદેશ ઇલેક્શનમાં સાતમા અને છેલ્લાં તબક્કા માટે પ્રચાર કરી રહ્યા છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે જે તંગદિલી ભરી પરિસ્થિતિ સર્જાયલી છે, જેના કારણે યુક્રેનના પડોશી દેશો જેવાં કે રોમાનિયા, હંગેરી અને પોલેન્ડ થઈને ત્યાં ફસાયેલાં ભારતીયો સ્વદેશ પાછા ફરી રહ્યાં છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહી સલામત સ્વદેશ પરત લાવવા માટે 'મિશન ગંગા' પૂરજોશમાં ચાલું છે. અત્યાર સુધીમાં 6,000થી વધુ લોકોને આ મિશન હેઠળ સવામત રીતે ભારત પાછાં લવાયા છે. ભારતીયોને બચાવવા માટે કેન્દ્રીય મંત્રીઓને પણ મોકલાયારશિયા દ્વારા યુક્રેન પર હુમલા બાદ ભારત યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને સ્લોવાકિયા, જ્યોતિરાદિત્ય સિંધિયાને રોમાનિયા, હરદીપ પુરીને હંગેરી અને વીકે સિંહને પોલેન્ડમાં વિશેષ રાજદૂત તરીકે મોકલવામાં આવ્યા છે. તેમને ભારતીયોને સ્વદેશ પરત લાવવા 'મિશન ગંગા'નું સંકલન કરવા અને વિદ્યાર્થીઓને મદદ કરવા મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ સમયે લગભગ 20,000 થી વધુ ભારતીયો ફસાયેલા હતાં. જેમાંથી અત્યાર સુધીમાં 6,000થી વધુ લોકોને હેમખેમ સ્વદેશ પરત લાવવામાં આવ્યાં છે.