ખાસા સ્થિત અમૃતસર હેડક્વાર્ટરના મેસમાં બટાલિયન 144ના એક જવાન દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવાની ઘટના સામે આવી છે. આ જવાન પોતાની ડ્યુટી બાબતે નારાજ હતો. રવિવારે સવારે તે મેસમાં આવ્યો હતો અને પોતાની સર્વિસ રાઈફલથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં ચાર જવાનો શહીદ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ફાયરિંગમાં બે જવાન ગંભીર છે, જ્યારે અન્યને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઘટના બાદ જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી. ઘટના બાદ BSFના જવાનો એક્શનમાં આવ્યાં હતાં અને આરોપીને પકડી લીધો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા જવાનોના પરિવારજનોની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે. અમૃતસર BSF મેસ ફાયરિંગની ઘટના બાદ BSFના અધિકારીએ કહ્યું, આ એક કમનસીબભરી ઘટના છે. આ ઘટનામાં 6 જવાન ઘાયલ થયા છે, જ્યારે 5ના મોત થયા છે. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે.સૈનિકે પોતાને પણ ગોળી મારી દીધીફાયરિંગ કરનાર સૈનિકે પોતાને પણ ગોળી મારી દીધી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. બીએસએફના એક અધિકારીએ કહ્યું કે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.પોલીસે તપાસ શરૂ કરી છે. વધુ કામ કરાવવામાં આવતું હોવાનો આરોપતમામ ઘાયલોને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગોળી ચલાવનાર વ્યક્તિ બીએસએફનો જવાન છે. વધુ કામ કરાવવામાં આવતું હોવાનો આરોપ છે.બીએસએફના કોન્સ્ટેબલ સુતપ્પાએ ગોળીબાર કર્યો હતો. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. ભારે ફરજને કારણે સુતપ્પા ખૂબ જ પરેશાન હતા. આ અંગે તેની એક અધિકારી સાથે દલીલ પણ થઈ હતી. રવિવારે સવારે તેણે પોતાની રાઈફલથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબાર બાદ મેસમાં નાસભાગ મચી ગઈ હતી અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ પછી બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.