મુંબઇ પહોંચ્યું ચોમાસું, વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વધુ આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે, કારણ કે લગભગ એક સપ્તાહની ધીમી પ્રગતિ બાદ હવે તેણે વેગ પકડ્યો છે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને અન્ય નજીકના વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે તેની જાહેરાત કરી હતી. વિભાગે જણાવ્યું હતું કે આગામી 3-4 કલાક દરમિયાન થાણે, રાયગઢ, પાલઘર, ર
Advertisement
ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના વધુ આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે, કારણ કે લગભગ એક સપ્તાહની ધીમી પ્રગતિ બાદ હવે તેણે વેગ પકડ્યો છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને અન્ય નજીકના વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે તેની જાહેરાત કરી હતી. વિભાગે જણાવ્યું હતું કે આગામી 3-4 કલાક દરમિયાન થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગીરી, સિંધુદુર્ગ અને મુંબઈ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડાં આવવાની સંભાવના છે. આ સાથે જ આ સમયગાળા દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
મુંબઈમાં શુક્રવારે મોસમનો સૌથી ભારે પ્રી-મોન્સુન વરસાદ થયો હતો. મુંબઈના દક્ષિણ ભાગમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. IMDના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસાને વધુ આગળ વધારવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે કારણ કે લગભગ એક સપ્તાહની ધીમી પ્રગતિ બાદ તેણે વેગ પકડ્યો છે.
IMDની આગાહી અનુસાર મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગોવા, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક વધુ ભાગો, તમિલનાડુના બાકીના ભાગો, દક્ષિણ આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, પશ્ચિમના કેટલાક વધુ ભાગોમાં મોસૂન આગળ વધી રહ્યું છે. પરિસ્થિતિઓ વૃદ્ધિ માટે અનુકૂળ છે."
દેશમાં વાર્ષિક વરસાદનો 70 ટકા વરસાદ ચોમાસાના પવનોથી આવે છે અને તેને કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે જીવનરેખા માનવામાં આવે છે.


