વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે થાણે-દિવા વચ્ચે નવનિર્મિત પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક મુંબઈગરને થાણે-દિવા રેલ લાઈન માટે અભિનંદન, આ નવી રેલ્વે લાઈન મુંબઈગરોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે, તેમના રોજિંદા જીવનમાં બદલાવ લાવશે.આ નવી રેલ્વે લાઈન મુંબઈની સુપર ફાસ્ટ લાઇફને વધુ વેગ આપશે.સેન્ટ્રલ રેલ્વે લાઇન પર 36 નવી લોકલ ટ્રેન દોડશેવડાપ્રધાન મોદીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં કહ્યું કે, આજથી સેન્ટ્રલ રેલ્વે લાઇન પર 36 નવી લોકલ દોડવા જઈ રહી છે. આ માંથી મોટાભાગની એ.સી ટ્રેનો પણ છે. આ કેન્દ્ર સરકારની લોકલ ટ્રેનની સુવિધાઓ વિસ્તારવા તેમજ તેને આધુનિક બનાવવાની પ્રતિબદ્ધતાનો જ એક ભાગ છે. સ્વતંત્ર ભારતની પ્રગતિમાં મુંબઈ મહાનગરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હવે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે મુંબઈની ક્ષમતા અનેકગણી વધારવાના પ્રયાસો થઈ રહ્યાં છે. એટલા માટે અમે મુંબઈમાં 21મી સદીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર વિશેષ ધ્યાન આપ્યું છે.અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ મુંબઈ માટે જ નહીં આજે આખા દેશની જરૂરિયાત છે.'પહેલા સંકલનનો અભાવ હતો, હવે દેશ આગળ વધી રહ્યો છે - વડા પ્રધાન મોદી યુપીએ સરકાર પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભૂતકાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વર્ષો સુધી ચાલતાં હતાં કારણ કે આયોજનથી લઈને અમલીકરણ સુધીના સંકલનનો અભાવ હતો, આવા નબળા અભિગમથી 21મીસદીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ શક્ય નથી.આ માટે જ અમે 'પી.એમ. ગતિ શક્તિ' માસ્ટર પ્લાન બનાવ્યો છે. વર્ષોથી આપણા ત્યાં એવી માનસિકતા રહ્યી છે કે, જે સાધન સંસાધનોનો ઉપયોગ ગરીબ અને મધ્યામ વર્ગ કરી રહ્યો છે. તેમાં વધારે રોકાણ ન કરો, આ કારણે જ ભારતના પબ્લિક ટ્રાન્સર્પોટેશની ચમક ફીક્કી રહ્યી છે, પરંતુ હવે ભારત આ જૂની વિચાર સરણીમાંથી બહાર નીકળીને આગળ વધી રહ્યો છે. '