જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં વિસ્ફોટ થયાની ઘટના બની છે. બુધવારે બપોરે ઉધમપુરના સલાથિયા ચોકની અંદર વિસ્ફોટ થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 13 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અચાનક વિસ્ફોટ થવાના કારણે ત્યા અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતા જ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પહોંચ્યા છે.શાકભાજીની રેકડી પર વિસ્ફોટએફએસએલની ટીમ પર ઘટના સ્થળ પર પહોંચી છે. જેઓ તપાસ કરી રહ્યા છે કે આ બ્લાસ્ટ કઇ રીતે થયો છે. અત્યારે તો આ વિસ્ફોટની આતંકી હુમલાના એન્ગરથી તપાસ કરવામાં આવી રહી છે. જે પ્રાથમિક માહિતિ સામે આવી ચે તે પર્માણે આ વિસ્ફોટ એક શાકભાજીની રેકડી પર થયો છે. કેન્દ્રિય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આ વિસ્ફોટ વિશે માહિતિ આપી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે આ ઘટના અંગે તેઓ સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. આ ઘટનાની તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે.સર્ચ ઓપરેશન શરુજે લોકો ઘાયલ થયા છે તેમાંથી એક વ્યક્તિની સ્થિતિ અત્યંત ગંભીર છે. સેનાના જવાનો અને અધિકારીઓએ તરત જ ઘટનાસ્થળની ઘેરાબંધી પણ કરી હતી. આ સિવાય આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં તો વિસ્ફોટ કઇ રીતે અને ક્યા પદાર્થ વડે કરવામાં આવ્યો છે, તેની તપાસ કરવામાં આવી રહી છેત્રણ દિવસ પહેલા લાલ ચોકમાં વિસ્ફોટ થયો હતોઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા શ્રીનગરના અમીરા કદલ વિસ્તારમાં આવેલા લાલ ચોકની અંદર પણ એક વિસફોટ થયો હતો. તેેમાં પણ એક નાગરિકનું મોત થયું હતું. તો પોલીસ કર્મી સહિત અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આતંકીઓએ સુરક્ષા દળોને નિશન બનાવીને ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો, જો કે નિશાન ચૂકી જતા મોટી દુર્ઘટના ટળી હતી.