પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા છે તે દરેક દેશવાસી જાણે છે. અનેકવાર સોશિયલ મીડિયામાં તેમનો ધર્મ સાથે અનુરાગ પણ જોવા મળે છે. સંત રવિદાસ જયંતિ પર વડાપ્રધાન મોદીએ દિલ્હીના કરોલબાગમાં આવેલા ગુરુ રવિદાસ વિશ્રામ ધામની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ કીર્તનમાં ભાગ લીધો હતો. હાથમાં કરતાલ લઈને પીએમ મોદી ભક્તિના રંગમાં રંગાયા હતા. પ્રધાનમંત્રીએ તેમના કરતાલ વગાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયો શેર થતાં જ વાયરલ થઈ ગયો છે. વડાપ્રધાન મોદીના આ અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે શેર કરવામાં આવી રહ્યો છે.વડાપ્રધાન મોદી કીર્તનમાં જોડાયાપીએમ મોદીએ સવારે ગુરુ રવિદાસ વિશ્રામ ધામ ખાતે સંત રવિદાસ મંદિરે દર્શન કર્યા હતા. મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. પીએમ મોદી કીર્તનમાં સામેલ થયા હતા. સંત રવિદાસનો જન્મ 16મી સદીમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો હતો, સમાજ સુધારક તરીકે તેમણે અછૂત રિવાજનો વિરોધ કર્યો હતો. સંત રવિદાસના યૂપી અને પંજાબમાં સૌથી વધારે ભકતો છે. સંત રવિદાસને રૈદાસના નામથી પણ લોકો ઓળખતા હતા. વડાપ્રધાનનો આ વીડિયો પંજાબ વિધાનસભાની ચૂંટણી વચ્ચે રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.