ગત સપ્તાહમાં બજાર ખૂબ જ અસ્થિર રહ્યાં બાદ આજે સેન્સેક્સની સીધી શરૂઆત કરી,સોમવારે માર્કેટમાં 1 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધયો હતો.ગત અઠવાડિયામાં સેન્સેક્સમાં 4000થી વધુ અંકનો ઉતાર ચઢાવ જોવાં મળ્યો હતો. આજે બજાર શરુ થતાં મિક્સ ગ્લોબલ ટ્રેન્ડ જોવાં મળ્યો હતો. અમેરિકામાં ફુગાવાનો દર 4 દાયકાના સૌથી ઉચ્ચ સ્તરેઆજે સેનસેક્સ નિફ્ટી સેશન ખુલતા પહેલાં મજબૂત ઓપનિંગના સંકેત દેખાડી રહ્યો હતો. ટ્રેડિંગ ફરી શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને 0.45 ટકાની આસપાસ વધ્યાં હતા. વૈશ્વિક બજારમાં હજુ પણ ઉથલપાથલનું વાતાવરણ છે. યુક્રેનની કટોકટીમાં થોડીક હળવાશથી રોકાણકારોને રાહત મળી છે,પરંતુ અત્યારે યુ.એસ.માં સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે સ્પષ્ટ કહ્યું છે કે, જો ફુગાવો નરમ ન થાય તો તેની પાસે વ્યાજ દર વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.હાલમાં અમેરિકામાં ફુગાવાનો દર 4 દાયકાના સૌથી ઉચ્ચ સ્તરે છે. ઈંગ્લેન્ડમાં પણ મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. આ કારણે બેંક ઓફ ઈંગ્લેન્ડ પણ ફેડરલનો રસ્તો અપનાવી શકે છે.ગઇ કાલે બજાર ખોટમાં હતુંબુધવારે સ્થાનિક બજાર સારી શરૂઆત બાદ બજાર ખોટમાં ગયું હતું. ટ્રેડિંગ બંધ થયા પછી સેન્સેક્સ 145.37 પોઈન્ટ (0.25 ટકા) ઘટ્યો હતો. મંગળવારના ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 1,736.21 પોઈન્ટ્સ (3.08 ટકા) વધીને 58,142.05 પર અને NSE નિફ્ટી 509.65 પોઈન્ટ્સ (3.03 ટકા) વધીને વધાને 17,352.45 પર બંધ રહ્યો હતો.