Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહે પોતાના ઘરની છત પર ફરકાવ્યો તિરંગો, Video

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પત્ની સોનલ શાહે આજથી 'હર ઘર તિરંગા અભિયાન'ની શરૂઆતના ભાગરૂપે તેમના નિવાસસ્થાને તિરંગો ફરકાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહનો તેમની પત્ની સાથે તિરંગો ફરકાવતો વિડીયો પણ સામે આવ્યો છે. દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજથી શરૂ થઈ રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે શનિવારે સવારે 8 વાગ્યે દિલ્હીમાં તà«
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહે પોતાના ઘરની છત પર ફરકાવ્યો તિરંગો  video
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમના પત્ની સોનલ શાહે આજથી 'હર ઘર તિરંગા અભિયાન'ની શરૂઆતના ભાગરૂપે તેમના નિવાસસ્થાને તિરંગો ફરકાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહનો તેમની પત્ની સાથે તિરંગો ફરકાવતો વિડીયો પણ સામે આવ્યો છે. 
દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજથી શરૂ થઈ રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનના ભાગરૂપે શનિવારે સવારે 8 વાગ્યે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે પત્ની સોનલ શાહ સાથે તિરંગો ફરકાવ્યો હતો. આઝાદીના આ અમૃત ઉત્સવને યાદગાર બનાવવા માટે દેશવાસીઓને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી છે. 'હર ઘર તિરંગા અભિયાન' હેઠળ સરકારે 20 કરોડ તિરંગા લહેરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. 

આવતીકાલથી દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે. અગાઉ, ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને આઝાદીનો અમૃત મહોત્સવ દરમિયાન તેમના ઘરેથી તિરંગો લહેરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રધ્વજમાં માત્ર ત્રણ રંગ નથી, પરંતુ તે આપણા ભૂતકાળના ગૌરવ, વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્ય માટેના આપણા સપનાનું પ્રતિબિંબ છે.
Advertisement

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા ઇચ્છુકો સત્તાવાર પોર્ટલ harghartiranga.com પર જઈને નોંધણી કરાવી શકે છે અને રાષ્ટ્રધ્વજ તિરંગા સાથેનો તેમનો ફોટો અપલોડ કરીને 'હર ઘર તિરંગા' પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ દ્વારા 'હર ઘર ત્રિરંગો' અભિયાન શરૂ કર્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×