મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માતમાં NIAના DSP Ishan Mehra નું મોત
DSP Ishan Mehra Accident ઉત્તર પ્રદેશના મુરાદાબાદ [Moradabad] માં એક ગમખ્વાર માર્ગ અકસ્માતે NIA ના એક ઉચ્ચ અધિકારીનો ભોગ લીધો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી [NIA] માં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) તરીકે ફરજ બજાવતા ઈશાન મહેરા [Ishan Mehra] નું અકસ્માતમાં કરૂણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેમની સાથે બાઇક પર સવાર મહિલા મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
DSP Ishan Mehra Accident : NIA અધિકારી ઈશાન મહેરાનું માર્ગ અકસ્માતમાં નિધન
મૂળ પંજાબના મોહાલીના રહેવાસી અને દિલ્હી સ્થિત NIA હેડક્વાર્ટર [NIA Headquarters] માં તૈનાત ઈશાન મહેરા શનિવારે મોડી રાત્રે પોતાની બાઇક પર દિલ્હીથી બાજપુર [Bajpur] તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મુરાદાબાદના કટઘર [Katghar] પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવપુર ગામ નજીક તેમની બાઇક એક કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે પોલીસ અધિકારીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
અકસ્માતનું કારણ અને પોલીસ તપાસ
પ્રાથમિક અહેવાલો મુજબ, આગળ ચાલતા કન્ટેનર ચાલકે અચાનક કોઈપણ સંકેત આપ્યા વિના બ્રેક મારતા પાછળથી આવી રહેલી બાઇક કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે અને કન્ટેનર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: Kalyan Banerjee Attack : TMC સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલાનો આરોપ, BJPએ કહ્યું ‘નાટક’


