ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત સહિત 5 રાજ્યોમાં NIA ના દરોડા, જૈશ-એ-મોહમ્મદ સામે કડક કાર્યવાહી...

જમ્મુ-કાશ્મીરમાં NIA ની મોટી કાર્યવાહી 19 સ્થળો પર દરોડા પાડીને આતંકવાદ વિરુદ્ધ ઝુંબેશ આ ઝુંબેશથી દેશની સુરક્ષામાં વધુ મજબૂતી આવશે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આતંકવાદ સામેની મજબૂત ઝુંબેશના ભાગરૂપે ગુજરાત, જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં...
11:50 AM Dec 12, 2024 IST | Dhruv Parmar
જમ્મુ-કાશ્મીરમાં NIA ની મોટી કાર્યવાહી 19 સ્થળો પર દરોડા પાડીને આતંકવાદ વિરુદ્ધ ઝુંબેશ આ ઝુંબેશથી દેશની સુરક્ષામાં વધુ મજબૂતી આવશે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આતંકવાદ સામેની મજબૂત ઝુંબેશના ભાગરૂપે ગુજરાત, જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં...
  1. જમ્મુ-કાશ્મીરમાં NIA ની મોટી કાર્યવાહી
  2. 19 સ્થળો પર દરોડા પાડીને આતંકવાદ વિરુદ્ધ ઝુંબેશ
  3. આ ઝુંબેશથી દેશની સુરક્ષામાં વધુ મજબૂતી આવશે

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા આતંકવાદ સામેની મજબૂત ઝુંબેશના ભાગરૂપે ગુજરાત, જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યોમાં 19 સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા લોકોના કટ્ટરપંથીકરણ અને આતંકવાદી પ્રચાર ફેલાવવાના કેસમાં કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જેવા વિસ્તારોમાં NIA ની ટીમોએ ભૌતિક પુરાવાઓને જપ્ત કરીને તપાસ વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના સાણંદના ચેખલા ગામમાં NIA ની ટીમે મોડી રાતથી કરી રહી છે કાર્યવાહી. મદરેસામાં કામ કરતા આદીલ વેપારી નામના વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે. જે મૂળ વિરમગામનો વતની છે.  આતંકવાદી સંગઠન સાથે કનેક્શન અંગે તપાસ ચાલુ. અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ તપાસ લાગી.

પૂરાવા અને નેટવર્કનું ભંડાફોડ...

NIA ના આ દરોડા હેઠળ વિવિધ સ્થળોએથી ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો, રોકડ રકમ અને શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જો કે મુખ્ય ધ્યાન કટ્ટરપંથી વિચારધારાને ફેલાવતી નેટવર્કના ભંડાફોડ પર હતું. આ સંદર્ભે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલાક મહત્વના પુરાવાઓ મળી આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના નેટવર્કને નબળા પાડવા માટે આ દરોડા અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, જેમાં તેઓની નાણાકીય સહાય અને મજબૂતાઈના સ્ત્રોત શોધવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન NIA એ વિવિધ સ્થળોથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જે આતંકવાદીઓના નેટવર્ક સાથે જોડાયેલા સંકેતો આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અનંતનાગ અને બડગામ જેવા વિસ્તારોમાં શંકાસ્પદ ઇમારતો અને ઘરોમાં દરોડા પાડી આતંકવાદને મજબૂત પાડનારા ચક્રોને નબળા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સંભવિત નાણાકીય મદદરુપેતાઓ અને રોકડ પ્રવાહના સ્ત્રોતો શોધવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Atul Subhash Case : છૂટાછેડા પછી ભરણપોષણ કેવી રીતે મેળવવું, SC એ જણાવ્યા 8 પરિબળો...

આતંકવાદ સામે મક્કમ વલણ...

આ દરોડા એ સાબિત કરે છે કે, NIA દેશના સુરક્ષા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં કોઈ કમી રાખવા માગતી નથી. આ ઝુંબેશમાં મેળવેલા પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ અને તેમની પાસેથી તપાસ હાથ ધરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં આ કાર્યવાહી સ્થાનિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઝુંબેશ એ સાબિત કરે છે કે NIA અને કેન્દ્ર સરકાર આતંકવાદના મૂળને સમાપ્ત કરવા માટે મક્કમ છે. જપ્ત કરાયેલા પુરાવાઓના આધારે આગામી સમયમાં વધુ ધરપકડ અને તપાસ હાથ ધરવામાં આવશે. NIA ના આ પ્રકારના પગલાં સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભજવે છે. આ પ્રક્રિયા માત્ર આતંકવાદને જ નહીં, પરંતુ તેમાં સામેલ લોકોના નેટવર્કને પણ નબળા પાડશે.

આ પણ વાંચો : Rajasthan : દુઃખદ અંત, 55 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢાયો આર્યન, ડોકટરે મૃત જાહેર કર્યો...

ઝુંબેશથી દેશની સુરક્ષામાં વધુ મજબૂતી આવશે...

આ દરોડા માત્ર આતંકવાદ સામેની લડત નહીં, પરંતુ દેશમાં શાંતી અને ભવિષ્યમાં આતંકી પ્રવૃત્તિઓને અટકાવવાના હેતુસર એક મજબૂત પગલું છે. આ ઝુંબેશથી દેશની સુરક્ષામાં વધુ મજબૂતી આવશે. આ દરોડા ભારતીય સુરક્ષા એજન્સીઓની સજાગતા અને આતંકવાદ સામેની તેમની અડગ પ્રતિબદ્ધતાનો સાક્ષાતકાર છે, જે ભવિષ્યમાં શાંતી સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : આસામમાં NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ, હિમંતા સરકારની કડક જાહેરાત

Tags :
19 locations raidAnantnagAssamBudgamcounter-terrorismDhruv ParmarGuajrat FirstGuajrati NewsGujaratIndiaJAISH E MOHAMMEDJammu and KashmirMaharashtraNationalNational Investigation AgencyNIA raidsRadicalization casesReasiTerrorism propagandaUttar Pradesh
Next Article