અમેરિકામાં ભારતીય દીકરીની ઘાતકી હત્યા! હત્યારો પ્રેમી ભારતમાંથી ઝડપાયો
- Nikita Rao Murder Case : આરોપી ભારતથી ઝડપાયો
- મેરીલેન્ડમાં 27 વર્ષીય નિકિતા રાવની ઘાતકી હત્યા
- પૂર્વ પ્રેમી અર્જુન શર્માએ ચાકુના ઘા ઝીંકી પતાવી દીધી
- હત્યા કરી અમેરિકાથી ભારત ભાગી આવ્યો હતો આરોપી
- ઈન્ટરપોલે તમિલનાડુમાંથી આરોપીની ધરપકડ કરી
Nikita Rao Murder Case : અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં ભારતીય મૂળની 27 વર્ષીય યુવતી નિકિતા રાવ ગોડિશાલાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હત્યાનો આરોપ તેના જ પૂર્વ પ્રેમી અર્જુન શર્મા પર લાગ્યો છે. આ કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, હત્યારા અર્જુને જ પોલીસને ગુમ થયાની ખોટી ફરિયાદ આપી હતી અને ત્યારબાદ તે અમેરિકાથી ભાગીને ભારત આવી ગયો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય પોલીસ એજન્સી ઈન્ટરપોલે તેને તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો છે.
Nikita Rao Murder Case : હત્યારો જ ફરિયાદી બન્યો અને ભારત ભાગી ગયો
ઘટનાની વિગત મુજબ, અર્જુન શર્માએ પોલીસને જણાવ્યું હતું કે નિકિતા નવા વર્ષની પૂર્વ સંધ્યાથી ગાયબ છે. પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે દિવસે અર્જુને ફરિયાદ નોંધાવી, તે જ દિવસે તે ફ્લાઈટ પકડીને ભારત ભાગી ગયો હતો. અમેરિકી તપાસ એજન્સીઓએ ભારતીય સત્તાધીશોનો સંપર્ક કર્યો અને બંને દેશોની એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આરોપીને તમિલનાડુમાંથી દબોચી લીધો હતો. હવે તેને પરત અમેરિકા લઈ જવાની પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
RIP 🙏
A heartbreaking incident. Nikitha Godishala, 27, from Ellicott City, Maryland, was found dead following a stabbing.
Her ex boyfriend, Arjun Sharma, filed the missing report and fled to India the same day. Police have now named him as the suspect and believe Nikitha was… pic.twitter.com/sAzXDz7s2E
— M9 USA🇺🇸 (@M9USA_) January 4, 2026
આરોપીના જ ફ્લેટમાંથી મળ્યો લોહીલુહાણ મૃતદેહ
પોલીસે શંકાના આધારે ૩ જાન્યુઆરીના રોજ અર્જુન શર્માના એપાર્ટમેન્ટની તપાસ કરી હતી. આ તપાસમાં બેડરૂમમાંથી નિકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. નિકિતાના શરીર પર ચાકુના અનેક ઘા હતા, જે તેની હત્યાની ક્રૂરતા દર્શાવે છે. પ્રાથમિક તપાસમાં આ મામલો ઘરેલુ હિંસાનો હોવાનું જણાય છે, જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ હજુ તપાસ કરી રહી છે.
કોણ હતી નિકિતા રાવ?
નિકિતા રાવ એક તેજસ્વી ડેટા એનાલિસ્ટ હતી. ફેબ્રુઆરી 2025 થી તે 'Vheda Health' માં ડેટા અને સ્ટ્રેટેજી એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતી હતી. તેણે ભારતની જવાહરલાલ નેહરુ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી ફાર્મસીનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાંથી હેલ્થ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર્સ કર્યું હતું. તે મેરીલેન્ડની એલિકોટ સિટીમાં એકલી રહેતી હતી.
આ પણ વાંચો : Nigeria માં બંદૂકધારીઓએ નિર્દોષો પર કર્યો અંધાધૂંધ ગોળીબાર, અનેક લોકોના મોત, ઘરો પણ સળગાવ્યા


