"ઓસામા બિન લાદેન અને ઓવૈસીમાં કોઈ ફરક નથી, AIMIM એક આતંકી સંગઠન"
. નિતેશ રાણેએ કહ્યું કે ઓવૈસી અને લાદેનમાં કોઈ તફાવત નથી, બંનેનો એજન્ડા સમાન છે
. PFI ની જેમ જ AIMIM પર પણ પ્રતિબંધ મૂકવાની નિતેશ રાણેએ સરકાર સમક્ષ રજૂઆત કરી
. નાસિક પોલીસ અને સંભાજીનગર પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા આરોપી નિદા ખાનની ધરપકડ કરી છે
Nitesh Rane Owaisi Controversy : ભાજપ (BJP) ના નેતા અને મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના મંત્રી નિતેશ રાણે (Nitesh Rane) એ વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે એઆઈએમઆઈએમ (AIMIM) ના અધ્યક્ષ અને હૈદરાબાદ બેઠક પરથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ની પાર્ટી AIMIMને આતંકી સંગઠન ગણાવી છે. પત્રકારો સાથે વાત કરતી વખતે નિતેશ રાણેએ કહ્યુ છે કે જે કામ ઓસામા બિન લાદેન (osama bin laden) અલકાયદા (Al Queda) દ્વારા કરતો હતો, તે કામ ઓવૈસી પોતાની પાર્ટી AIMIM દ્વારા કરી રહ્યા છે. નિતેશ રાણાએ AIMIM પર પ્રતિબંધની માગણી પણ કરી છે. મહારાષ્ટ્રના નાસિક (Nasik) માં ટીસીએસ (TCS) ધર્માંતરણ (Cobversion) મામલાને લઈને નિતેશ રાણેને પુછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે આ ટીપ્પણીએ કરી હતી.
નિતેશ રાણેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે AIMIM એક આતંકી સંગઠન છે. ઓસામા બિન લાદેન અને અસદુદ્દીન ઓવૈસીમાં કોઈ અંતર નથી. ઓસામા બિન લાદેન અલકાયદા દ્વારા જે કામ કરતો હતો, તે કામ અસદુદ્દીન ઓવૈસી હવે AIMIM દ્વારા કરી રહ્યા છે. ચૂંટાયા બાદથી તેમણે હકીકતમાં શું મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે? તેમના ઘોષણા પત્રનો એક જ એજન્ડા છે- જેહાદ છેડવી. જેવી રીતે આપણે પીએફઆઈ પર પ્રતિબંધ લગાવ્યો, તેવી જ રીતે AIMIM પર પણ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.
#WATCH | Mumbai: Maharashtra Minister Nitesh Rane says, "AIMIM is a terrorist organisation. There is no difference whatsoever between Osama bin Laden and Asaduddin Owaisi. The very work that Osama bin Laden used to carry out through Al-Qaeda is precisely what Asaduddin Owaisi is… pic.twitter.com/zjEf6ZL3aX
— ANI (@ANI) May 11, 2026
આ પણ વાંચો: "માત્ર કાયદાથી કામ નહીં ચાલે": UCC - વસ્તી નિયંત્રણ પર RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
નિદા ખાન (Nida Khan) પર શું બોલ્યા હતા વારિસ પઠાન (Waris Pathan) ?
મહત્ત્વપૂર્ણ છે કે નાસિક ટીસીએસ મામલા પર AIMIM ના નેતા વારિસ પઠાને કહ્યુ હતુ કે નિદા ખાન (Nida Khan) ને એરેસ્ટ કરીને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેને રજૂ કરતા પહેલા જ ગોદી મીડિયા તેને આતંકી ઘોષિત કરી દીધી અને આખી મીડિયા ટ્રાયલ ચલાવી દીધી. આ લોકો ટ્રાયલ ચલાવનારા કોણ હોય છે? જો ટ્રાયલ ચલાવવી જ છે, તો કોર્ટો બંદ કરી દો. જો કોઈ નિર્દોષ હિંદુ (Hindu) બહેન તેની જગ્યાએ હોત, તો હું પણ તેમનો સાથ આપત. આ લોકોને કાયદાની જાણકારી નથી, તેમણે કાયદો વાંચ્યો જ નથી. કાયદો કહે છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે, જ્યાં સુધી અદાલત દ્વારા તેને દોષિત સાબિત કરી દેવાય નહીં, પરંતુ અહીંથી તેને હજીપણ દોષિત ઠેરવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હકીકતમાં શું થયું? ટીસીએસના નિવેદનની પુષ્ટિ કરી કે નિદા ખાન એચઆર ચીફ ન હતી. તે માત્ર એક ટેલી રિસ્પોન્ડર હતી. હકીકતમાં એચઆર ચીફ નોન-મુસ્લિમ છે, તેને એરેસ્ટ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ આખી ટીમને નિશાન બનાવવા માટે કરવો એકદમ ખોટું ચે. અમે કાયદાને સારી રીતે જાણીએ છીએ અને કાયદાના માધ્યમોથી આખો જવાબ આપીશું.
#WATCH | Mumbai | On the Nashik TCS case, AIMIM leader Waris Pathan says, "Nida Khan has been arrested and remanded. Even before she could be presented, the 'Godi media' declared her a terrorist, running an entire media trial. Who are they to run a trial? If you want to run the… pic.twitter.com/pMjsmsENaw
— ANI (@ANI) May 11, 2026
આરોપી નિદા ખાનને 8મી મેના રોજ સંભાજીનગરથી એરેસ્ટ કરવામાં આવી છે. આ કાર્યવાહી નાસિક અને છત્રપતિ સંભાજીનગર શહેર પોલીસના સંયુક્ત અભિયાનથી કરવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદથી તે ફરાર હતી અને નાસિક પોલીસ તેની તલાશ કરી રહી હતી.
આ પણ વાંચો: આંતરજ્ઞાતીય લગ્નોના ટેકામાં ઉતર્યા RSS પ્રમુખ મોહન ભાગવત, કહ્યુ-જાતિ ભૂલો રાજનીતિ સુધરશે


