નીતિન નબીન બન્યા પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીએ ગણાવ્યા પોતાના 'બોસ'
12th BJP President Nitin Nabin : ભાજપે બિહારના યુવા નેતા નીતિન નબીનને પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા છે. વડાપ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની હાજરીમાં થયેલી જાહેરાતમાં PM મોદીએ નીતિન નબીનને પોતાના ‘બોસ’ ગણાવ્યા. સંગઠન પર્વની પ્રક્રિયાથી આવેલી આ પસંદગી ભાજપ માટે નવી દિશા અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવી રહી છે.
Advertisement
- 12th BJP President Nitin Nabin
- નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
- ભાજપના નવા અધ્યક્ષનું કરાયું ઔપચારિક એલાન
- ભાજપની કમાન સંભાળનારા સૌથી યુવા અધ્યક્ષનું એલાન
- ભાજપના મુખ્યાલયમાં વડાપ્રધાન મોદીની પણ હાજરી
- ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષના નામનું એલાન કરાયું
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજનાથસિંહ ઉપસ્થિત
- ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર
12th BJP President Nitin Nabin : ભારતીય જનતા પાર્ટી (BJP) એ આજે તેના સંગઠનમાં એક ઐતિહાસિક પરિવર્તન લાવતા બિહારના દિગ્ગજ નેતા નીતિન નબીન (Nitin Nabin)ને પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે. ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. 45 વર્ષીય નીતિન નબીન (Nitin Nabin) ભાજપના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનું બહુમાન ધરાવે છે. આ સાથે જ તેઓ બિહારના એવા પ્રથમ નેતા છે જે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે.

