Nitin Naveen BJP President : ભાજપમાં નીતિન નવીન યુગનો પ્રારંભ, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીન નિર્વિરોધ ચૂંટાયા (Nitin Naveen BJP President)
- પાંચથી વધુ રાજ્યોના સમર્થન સાથે નીતિન નવીને કમાન સંભાળી
- જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ભાજપમાં નવા યુગનો પ્રારંભ
ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા સંગઠન માળખાની રાહ જોઈ રહેલા કાર્યકરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિન નવીન ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પ્રમુખ પદ માટે નીતિન નવીનના સમર્થનમાં કુલ 37 સેટ ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા અને તમામ પત્રો માન્ય ઠર્યા છે.
𝐏𝐫𝐞𝐬𝐬 𝐒𝐭𝐚𝐭𝐞𝐦𝐞𝐧𝐭 𝐛𝐲 𝐃𝐫. 𝐊. 𝐋𝐚𝐱𝐦𝐚𝐧, 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐑𝐞𝐭𝐮𝐫𝐧𝐢𝐧𝐠 𝐎𝐟𝐟𝐢𝐜𝐞𝐫, 𝐒𝐚𝐧𝐠𝐚𝐭𝐡𝐚𝐧 𝐏𝐚𝐫𝐯, 𝐁𝐡𝐚𝐫𝐚𝐭𝐢𝐲𝐚 𝐉𝐚𝐧𝐚𝐭𝐚 𝐏𝐚𝐫𝐭𝐲
Under the Bharatiya Janata Party’s Sangathan Parv, the constitutional and transparent process… pic.twitter.com/mmAKGFUcVq
— BJP (@BJP4India) January 19, 2026
Nitin Naveen BJP President : દિગ્ગજોની હાજરીમાં નામાંકન
નીતિન નવીનના નામનો પ્રસ્તાવ મૂકનારાઓમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ હતા, જે પક્ષમાં નવીન પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે. નામાંકન પ્રક્રિયા દરમિયાન પૂર્વ પ્રમુખ જે.પી. નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન અને કિરેન રિજિજુ જેવા કેન્દ્રીય મંત્રીઓએ ચૂંટણી અધિકારીને નામાંકન પત્રો સોંપ્યા હતા. અરુણાચલના સીએમ પેમા ખાંડુ સહિત અનેક રાજ્યોના નેતાઓએ પણ તેમને ટેકો જાહેર કર્યો હતો.
ભાજપ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા
ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી એક ચોક્કસ લોકશાહી ઢબે કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના પ્રતિનિધિઓથી બનેલું 'ચૂંટણી મંડળ' ભાગ લે છે. નિયમ મુજબ, કોઈપણ વ્યક્તિ જે 4 ટર્મથી સક્રિય સભ્ય હોય અને 15 વર્ષનું સભ્યપદ પૂર્ણ કર્યું હોય, તે જ આ પદ માટે લાયક ઠરે છે.
પાંચ રાજ્યોનું સમર્થન અનિવાર્ય
રાષ્ટ્રીય પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા પાંચ એવા રાજ્યોના સભ્યોનું સમર્થન જરૂરી હોય છે જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીઓ પહેલેથી જ સંપન્ન થઈ ચૂકી હોય. નીતિન નવીનના કિસ્સામાં દેશભરમાંથી મળેલા વ્યાપક સમર્થનને જોતા તેમની વરણી બિનહરીફ જાહેર કરવામાં આવી છે.
નવા અધ્યક્ષ સામેના પડકારો
જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે નીતિન નવીન પક્ષની કમાન સંભાળશે. આગામી સમયમાં વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની જવાબદારી હવે તેમના ખભા પર રહેશે.
આ પણ વાંચો : BJP: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી, જાણો કોણ બનશે નવા સુકાની


